Home> Entertainment
Advertisement
Prev
Next

Ranbir Kapoor Education: રણબીર કપૂર પરિવારનો સૌથી ભણેલો છોકરો છે, પરિવાર ધોરણ-9થી કોઈ આગળ વધી શક્યું નહીં

Ranbir Kapoor Education: રણબીર કપૂર આ દિવસોમાં પોતાની આવનારી ફિલ્મોને લઈને ચર્ચામાં છે. હાલમાં એક્ટરે જણાવ્યું કે કઈ રીતે તે પરિવારનો સૌથી વધુ ભણેલો-ગણેલો સભ્ય બન્યો. 
 

Ranbir Kapoor Education: રણબીર કપૂર પરિવારનો સૌથી ભણેલો છોકરો છે, પરિવાર ધોરણ-9થી કોઈ આગળ વધી શક્યું નહીં

નવી દિલ્હીઃ હંમેશા લોકો એક્ટર્સની અંગ્રેજી સાંભળીને તે વાતનો અંદાજ લગાવે છે કે તે ખુબ ભણેલા-ગણેલા છે, પરંતુ હંમેશા તેવુ હોતું નથી. ખાસ કરીને રણબીરના મામલામાં તો એવું નથી. રણવીર કપૂર જલદી પોતાની આવનારી ફિલ્મ શમશેરાને લઈને ખુબ વ્યસ્ત છે. તે સતત પોતાની આ ફિલ્મનું પ્રમોશન કરી રહ્યો છે અને આ પ્રમોશન દરમિયાન તેણે જણાવ્યું કે કઈ રીતે 10માં ધોરણમાં સેકેન્ડ ડિવીઝનમાં પાસ થવા છતાં તેના ઘરમાં શાનદાર પાર્ટી રાખી હતી. તેણે આ ખુલાસો ત્યારે કર્યો જ્યારે તે એક ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુએન્સર સાથે વાત કરી રહ્યો હતો. 

fallbacks

રણવીર ધોરણ 12 પાસ છે
રણબીર કપૂર પ્રમાણે કપૂર પરિવારનો પ્રથમ યુવક છે, જેણે ધોરણ 10 પાસ કર્યું હતું. હકીકતમાં વર્ષ 2017માં રણબીરે એક ન્યૂઝ એજન્સી સાથે વાતચીતમાં પોતાના કપૂર પરિવારના સૌથી ભણેલા-ગણેલા વ્યક્તિ વિશે જણાવ્યું હતું. તેણે કહ્યું હતું- મારા પરિવારનો ઈતિહાસ એટલો સારો નથી. મારા પિતા ધોરણ-8માં ફેલ થઈ ગયા હતા. મારા કાકા ધોરણ-9 પાસ કરી શક્યા નહીં. મારા દાદા ધોરણ છ સુધી ભણ્યા હતા. હકીકતમાં હું મારા પરિવારનો સૌથી વધુ ભણેલો-ગણેલો વ્યક્તિ છું. 

આ પણ વાંચોઃ Koffee with Karan 7: તૂટી ગઈ શાહરૂખ અને કરણની દોસ્તી? આ વર્ષે શોમાં જોવા નહીં મળે કિંગ ખાન  

ભણવાથી બચવા માટે બન્યો એક્ટર
કપિલ શર્માના શો પર પણ રણબીર કપૂરે પોતાના અભ્યાસને લઈને વાત કરી હતી. રણબીરે જણાવ્યુ હતુ કે તે પોતાના પરિવારમાં સૌથી વધુ અભ્યાસ કરનારા લોકોમાં સામેલ છે. તેણે માત્ર ધોરણ 12 સુધી અભ્યાસ કર્યો છે. રણબીરે તે પણ જણાવ્યું કે અમારા બધાના એક્ટર બનવા પાછળ માત્ર એક કારણ છે, અમારા પરિવારમાં કોઈએ પણ અભ્યાસ કર્યો નહીં અને બધાએ એક્ટર બનવું પડ્યું. રણબીરે આગળ કહ્યુ કે હું જ્યારે નાનો હતો તો કોઈએ મને જણાવ્યું હતું કે અભિનેતા બનવા માટે અભ્યાસની જરૂર નથી. રણબીરે કહ્યુ કે આ સાંભળીને તેના દિલમાં અભિનય કરવાનું જનૂન સવાર થયું. 

રણબીરની આવનારી ફિલ્મો
રણબીર કપૂરના વર્કફ્રંટની વાત કરીએ તો તે જલદી શમશેરામાં જોવા મળવાનો છે. આ સિવાય સપ્ટેમ્બરમાં રણબીરની આલિયા ભટ્ટની સાથે ફિલ્મ બ્રહ્માસ્ત્ર આવવાની છે. આ પ્રથમવાર હશે જ્યારે રણબીર અને આલિયા સિલ્વર સ્ક્રીન પર એકસાથે જોવા મળશે. આ સિવાય રણબીર એનિમલ મૂવીનું શૂટિંગ કરી રહ્યો છે. તેમાં તેની સાથે રશ્મિકા જોવા મળશે અને તે શ્રદ્ધા કપૂરની સાથે લવ રંજનની એક ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો છે, જેનું નામ હજુ સામે આવ્યું નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More