Home> Entertainment
Advertisement
Prev
Next

મોટરબાઈક કરતાં પણ મોંઘી છે Ranbir Kapoorની આ Cycle, આલિયાએ આપી છે ગિફ્ટ

બોલિવૂડ સ્ટાર રણબીર કપૂર (Ranbir Kapoor) તેની નવી સાયકલ પર શહેરમાં ફરતા જોવા મળ્યો હતો. 'રોકસ્ટાર' ફેમ રણબીરના ગેરેજમાં એકથી એક વ્હીકલ્સ છે અને તે એક હોટ રેડ ન્યૂ ઈ-બાઈકનો આનંદ માણી રહ્યો છે. મિત્રો સાથે સવારની રાઇડ હોય કે ઘરની ફરતે, બોલીવુડના ચોકલેટ બોય તેની નવી સાયકલની મજા લઇ રહ્યા છે.

મોટરબાઈક કરતાં પણ મોંઘી છે Ranbir Kapoorની આ Cycle, આલિયાએ આપી છે ગિફ્ટ

નવી દિલ્હી: બોલિવૂડ સ્ટાર રણબીર કપૂર (Ranbir Kapoor) તેની નવી સાયકલ પર શહેરમાં ફરતા જોવા મળ્યો હતો. 'રોકસ્ટાર' ફેમ રણબીરના ગેરેજમાં એકથી એક વ્હીકલ્સ છે અને તે એક હોટ રેડ ન્યૂ ઈ-બાઈકનો આનંદ માણી રહ્યો છે. મિત્રો સાથે સવારની રાઇડ હોય કે ઘરની ફરતે, બોલીવુડના ચોકલેટ બોય તેની નવી સાયકલની મજા લઇ રહ્યા છે.

fallbacks

આ પણ વાંચો:- 'મિરઝાપુર-2'ને ટક્કર આપવા આવી રહી છે ઇશાન ખટ્ટર-તબ્બુની ફિલ્મ, જાણો ક્યારે થશે રિલીઝ

દમદાર છે આ લક્ઝુરિયસ સાયકલ
જો અમે તમને કહીએ કે તેની આ સાયકલ લક્ઝુરિયસ મોટરબાઈક કરતા વધુ મોંઘી છે, તો પછી તમારી દિલચસ્પી વધુ વધશે. તમે જરૂર વિચારતા હતો કે, આખરે આ સાયકલની કિંમત કેટલી છે. તો તમને જણાવી દઈએ કે, રણબીરે આ ફેન્સી સાયકલ માટે મોટી કિંમત ચૂકવી છે. રિપોર્ટ્સ અનુસાર આ ઇલેક્ટ્રિક બાઇકની કિંમત આશરે 1.5 લાખ રૂપિયા છે. પરંતુ આ સાયકલ તેની કિંમતને પણ યોગ્ય ઠેરવે છે. આ Mate X Electric Foldable Bikeમાં ઘણી સુવિધાઓ છે જે તેને કોઈપણ સામાન્ય સાયકલથી અલગ બનાવે છે. તે ફોલ્ડેબલ ઇ-બાઇક છે અને મૂવી સ્ટારની સાંજે રાઇડ માટે યોગ્ય છે.

આ પણ વાંચો:- નેહા કક્કડ અને રોહનપ્રીતની થયેલી અટકી સેરેમની! તસવીરો વાયરલ

આલિયા ભટ્ટની ગિફ્ટ
બ્રાન્ડની વેબસાઇટ અનુસાર, બાઇકમાં 1000wની શક્તિશાળી મોટર, હાઇ ટોર્ક 48V બેટરી, શિમેનો 8-એસપીડી શિફ્ટિંગ, TEKTRO ડિસ્ક બ્રેક્સ અને અન્ય ઘણી અદ્યતન સુવિધાઓ છે. આ સિવાય બાઇકમાં સ્માર્ટ એલસીડી ડિસ્પ્લે પણ છે જે તમને તમારી સવારી દરમિયાન થતી દરેક મહત્વપૂર્ણ વિગતને રેકોર્ડ કરવામાં મદદ કરે છે. એવી અફવાઓ છે કે આ બાઇક રણબીરની ગર્લફ્રેન્ડ આલિયા ભટ્ટ દ્વારા બર્થડે ગિફ્ટ તરીકે આપવામાં આવી છે. બાઇક પર સાઈડમાં રણબીરનો લક્કી નંબર 8 પણ લખેલો છે, જે તેની ફૂટબોલની જર્સી અને ઘણી કારની નંબર પ્લેટો પર પણ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More