Rani Mukerji Birthday: બોલીવુડની દુનિયામાં પોતાના દમદાર અભિનય, અદાઓ અને ખાસ અવાજથી લોકોના હ્રદય પર કબ્જો જમાવનારી અભિનેત્રી રાની મુખર્જીનો આજે જન્મદિવસ છે. રાનીનો જન્મ 21 માર્ચ 1978ના રોજ મુંબઈમાં થયો હતો. રાની પોતાની બોલીવુડ કરિયર દરમિાયન ભારતની સૌથી હાઈ પ્રોફાઈલ અભિનેત્રીઓમાંથી એક રહી ચૂકી છે. વર્ષ 2000ના સમયમાં સૌથી મોંઘી અભિનેત્રી ગણાતી રાનીએ મોટાભાગે પોતાની પર્સનલ લાઈફ કેમેરાથી દૂર રાખી છે. આજે તેના જન્મદિવસના અવસરે અમે રાની મુખર્જી અને બોલીવુડના ખ્યાતનામ અભિનેતા ગોવિંદાની લવ સ્ટોરી તમને જણાવીશું. પડદા પરની આ હિટ જોડી રિયલ લાઈફમાં પણ એકબીજાને ખુબ પસંદ કરતા હતા પરંતુ તેમની આ લવસ્ટોરીનો પછી ધ એન્ડ થઈ ગયો.
વર્ષ 2000માં આવેલી ગોવિંદ અને રાની મુખર્જીની પહેલી ફિલ્મ હતી હદ કરદી આપને. આ ફિલ્મથી ગોવિંદ અને રાનીએ દર્શકોના મનમાં જગ્યા બનાવી લીધી. રિપોર્ટ્સ મુજબ જેટલું લોકો આ જોડીને પસંદ કરી રહ્યા હતાં તેટલું જ આ બંને પણ એકબીજાને પસંદ કરવા લાગ્યા હતા. રીલ લાઈફની આ જોડી રિયલ લાઈફમાં પણ ખુબ નજીક આવી ગઈ. બંને વચ્ચે નીકટતા એટલી વધી કે તેના કારણે ગોવિંદાનું લગ્નજીવન તૂટવાની આરે આવી ગયું. તે સમયે છપાયેલા રિપોર્ટ્સ મુજબ ગોવિંદા અને રાની સાથે સાથે પણ રહેવા લાગ્યા હતા અને ગોવિંદાએ રાનીને એક મર્સિડિઝ કાર પણ ગિફ્ટ કરી હતી.
ગોવિંદા અને રાનીની વધતી નીકટતાના કારણે ગોવિંદાની પત્ની સુનીતા આહૂજા તેના બે બાળકોને લઈને ગોવિંદાનું ઘર છોડીને જતી રહી હતી. કહેવાય છે કે સુનીતાએ રાનીને ગોવિંદાથી દૂર રહેવાની ધમકી પણ આપી હતી. ગોવિંદા માટે સુનીતાને છોડવી એટલું સરળ નહતું કારણ કે ગોવિંદાની તમામ પ્રોપર્ટી સુનીતાના નામે હતી. રાનીને પણ ગોવિંદાનું પરણિત અને બે બાળકોના બાપ હોવું ખટકતું હતું. આ જ કારણ હતું કે તે આ સંબંધને આગળ વધારવા માંગતી નહતી. આ બધા કારણોસર ગોવિંદા અને રાની પોતાનો સંબંધ આગળ વધારી શક્યા નહીં.
હાલ રાની ફિલ્મ નિર્માતા આદિત્ય ચોપરા સાથે લગ્ન કરીને ખુશહાલ જીવન જીવી રહી છે. રાની અને આદિત્યએ 2014માં લગ્ન કર્યા અને વર્ષ 2015માં તેમના ત્યાં એક પુત્રીનો જન્મ થયો જેનું નામ તેમણે આદિરા રાખ્યું છે. રાની અને આદિત્ય બંનેને લાઈમલાઈટમાં રહેવું પસંદ નથી. આ જ કારણે જ્યારે તેમની વચ્ચે પ્રેમ પાંગર્યો તો કોઈને ગંધ સુદ્ધા ન આવી. શાંત સ્વભાવના આદિત્યને રાની સાથે સમય વિતાવવો ખુબ પસંદ હતો જેના કારણે બંને પહેલા તો સારા મિત્રો બની ગયા અને ત્યારબાદ આ મિત્રતા પ્રેમમાં ફેરવાઈ ગઈ.
જો કે આદિત્ય પરણિત હતા. તે વખતે રાની પર ઘર તોડવાનો આરોપ પણ લાગ્યો હતો. આદિત્યે 2000માં પાયલ ખન્ના સાથે લગ્ન કર્યા હતા. પરંતુ 9 વર્ષના લગ્ન જીવન બાદ 2009માં તેમના ડિવોર્સ થઈ ગયા. કહેવાય છે કે રાની જ્યારે આદિત્યના જીવનમાં આવી ત્યારે તેઓ પરણિત હતા અને આ જ કારણે રાની પર અનેકવાર તેમનું ઘર તોડવાનો આરોપ પણ લાગ્યો છે. જો કે રાની અને આદિત્ય પર તેની કોઈ અસર થઈ નહી. આદિત્યના ડિવોર્સ થયા બાદ રાનીએ પોતાના જીવનના નિર્ણયો લેવાના શરૂ કરી દીધા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે