Home> Entertainment
Advertisement
Prev
Next

રાની મુખરજીએ આ ડ્રેસ પહેરીને કરી નાખી મોટી ભુલ! ઇન્ટરનેટ પર બની મજાકનું મોટું કારણ

રાની મુખરજી (Rani Mukerji) એ ડિઝાઇનર સબ્યસાચી મુખરજીએ ડિઝાઇન કરેલો કુરતો પહેર્યો હતો અને આ તસવીર ડિઝાઇનરે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કરી હતી

રાની મુખરજીએ આ ડ્રેસ પહેરીને કરી નાખી મોટી ભુલ! ઇન્ટરનેટ પર બની મજાકનું મોટું કારણ

નવી દિલ્હી : અભિનેત્રી રાની મુખરજી (Rani Mukherjee) હાલમાં પોતાની આગામી ફિલ્મ મર્દાનીના કારણે ચર્ચામાં છે. આમાં તે પોલીસ અધિકારીનો રોલ ભજવી રહી છે. જોકે હાલમાં રાની ટ્રોલર્સનો ટાર્ગેટ બની હતી અને એનું કારણ છે તેણે પહેરેલો ડિઝાઇનર સબ્યસાચીએ ડિઝાઇ કરેલો કુરતો. હકીકતમાં રણવીર સિંહે તાજેતરમાં તેની પહેલી એનિવર્સરીના સેલિબ્રેશન વખતે જે કુરતો પહેર્યો હતો એવો જ રાનીએ પહેર્યો હતો અને પછી ફોટોશૂટ કરાવ્યું હતું.

fallbacks

fallbacks

ડિઝાઇનર સબ્યસાચીએ જેવી રાનીની તસવીર ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી કે તરત લોકો તેના અને રણવીરના કુરતાની સરખામણી કરવા લાગ્યા. કેટલાકે તો બંને સેલિબ્રિટીઓને એકસરખા આઉટફિટ ડિઝાઇન કરીને આપવા બદલ સબ્યસાચીની આકરી ટીકા કરી હતી.

હાલમાં તો રાની પોતાની આગામી ફિલ્મ માટે બહુ ઉત્સાહિત છે. લગ્ન પછી રાની બહુ સમજી વિચારીને ફિલ્મો કરે છે. રાનીએ યશ ચોપડાના દિકરા આદિત્ય સાથે લગ્ન કર્યા છે અને તેમને આદિરા નામની એક દીકરી પણ છે. રાની આ પહેલાં કુછ કુછ હોતા હૈં, બંટી ઔર બબલી, બ્લેક, તલાશ, મુઝ સે દોસ્તી કરોગે, કભી અલવિદા ન કહના, હર દિલ જો પ્યાર કરેગા તેમજ બિચ્છુ જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. 

જુઓ LIVE TV....

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube
એન્ટરટેઈનમેન્ટના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More