Home> Entertainment
Advertisement
Prev
Next

Congartulations! દીપિકા અને રણવીરના વિવાહ સંપન્ન પણ ચાહકો મળી મોટી નિરાશા કારણ કે...

રણવીર અને દીપિકાના ખાસ મિત્ર કરણ જોહરને તમને વધામણી આપી છે

Congartulations! દીપિકા અને રણવીરના વિવાહ સંપન્ન પણ ચાહકો મળી મોટી નિરાશા કારણ કે...

નવી દિલ્હી : બોલિવૂડની 'મસ્તાની' દીપિકા પાદુકોણને આખરે પોતાનો પ્રેમ મળી ગયો છે. દીપિકા અને રણવીર આખરે ઇટાલીમાં લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. દીપિકા અને રણવીરે લેક કોમો ખાતે કોંકણી રિવાજથી લગ્ન કરી લીધા છે. 15 નવેમ્બરે આ જોડીના લગ્ન સિંધી રિવાજ પ્રમાણે થશે. 

fallbacks

મળતી માહિતી પ્રમાણે આજના લગ્નમાં દીપિકાએ કોંકણ સફેદ અને ગોલ્ડન સાડી પહેરી છે. આ જોડીએ પોતાના લગ્નને સંપૂર્ણ પ્રાઇવેટ રાખ્યા છે જેના કારણે લગ્નની એક પણ તસવીર જાહેર નથી થઈ. આ લગ્નની એકપણ તસવીર જાહેર ન થઈ હોવાના કારણે રણવીર અને દીપિકાના ચાહકો ભારે હતાશ થયા છે. હકીકતમાં રણવીર અને દીપિકા પોતે લગ્નની પહેલી તસવીર શેયર કરવા માગે છે એટલે આ પગલાં લેવામાં આવ્યા છે. 

મીડિયાના સવાલથી શાહરૂખ ગુસ્સાથી લાલપીળો, કહ્યું કે મારી દીકરી...

લગ્ન પછી રણવીર અને દીપિકાના ખાસ મિત્ર કરણ જોહરે આ જોડીને વધામણા આપ્યા છે. કરણ જોહરના આ ટ્વીટને જોડીના ચાહકોએ ઉત્સાહથી વધાવી લીધું છે. 

આવતી કાલે આ જોડી સિંધી રિવાજ પ્રમાણે લગ્ન કરશે. આ લગ્નમાં દીપિકા રેડ અને ગોલ્ડન રંગનો સબ્યસાચીએ ડિઝાઇન કરેલો લહેંગો પહેરશે. 

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More