Home> Entertainment
Advertisement
Prev
Next

રણવીરને હીરો તરીકે ચમકાવવા તેના પિતાએ આદિત્ય ચોપડાને આપ્યા હતા 10 લાખ રૂપિયા? આ છે હકીકત

સિમ્બાની જોરદાર સફળતા પછી રણવીર બોલિવૂડનો સૌથી સફળ એક્ટર ગણાય છે

રણવીરને હીરો તરીકે ચમકાવવા તેના પિતાએ આદિત્ય ચોપડાને આપ્યા હતા 10 લાખ રૂપિયા? આ છે હકીકત

મુંબઈ : રણવીર સિંહે યશરાજ બેનરની ફિલ્મ ‘બેન્ડ બાજા બારાત’થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. તે સમયે એવી ચર્ચા સામે આવી હતી કે રણવીર સિંહના પિતાએ આદિત્ય ચોપરાને 10 લાખ રૂપિયા આપ્યા હતા. જેનાથી તે રણવીર માટે એક ફિલ્મ બનાવે. હવે રણવીર સિંહે પહેલીવાર આ અફવાની સ્પષ્ટતા કરી છે.
 

fallbacks

ફિલ્મફેર સાથે વાતચીત દરમિયાન રણવીર સિંહને પૂછવામાં આવ્યું કે તેણે પોતાના વિશે સૌથી મોટી કઈ અફવા સાંભળી છે. તેના પર રણવીરે જણાવ્યું કે, મારા ડેબ્યૂ સમયે એવું કહેવાયું હતું કે મારા પિતાએ આદિત્ય ચોપડાને 10 લાખ રૂપિયા આપ્યા જેથી હું યશરાજ બેનર દ્વારા લોન્ચ થઈ શકું. નિશ્ચિત રૂપે આ સાંભળીને મને ખૂબ જ દુખ થયું છે. આ ખૂબ જ બેજવાબદારીભર્યું છે. એવી વાતોથી મારા ટેલેન્ટ સામે પ્રશ્ન ઊભો થાય છે.

Torrent પર લીક થઈ ઉરી, જોકે ડાઉનલોડ કરતા પહેલાં વાંચી લો ખાસ સમાચાર

રણવીર સિંહે સ્પષ્ટતા કરી છે કે બોલિવૂડમાં કરિયર બનાવવા માટે મેં ઘણી બધી સ્ટ્રગલ કરી છે. મને પોતાના પર ગર્વ છે. ઈન્ડસ્ટ્રીમાં જે લોકો સ્ટ્રગલ માટે આવે છે, ઘણીવાર મને મેસેજ કરીને પૂછે છે કે મેં પૈસા જમા કરી લીધા છે હવે તમે જણાવો કે યશરાજ બેનર દ્વારા લોન્ચ કેવી રીતે થઈ શકું છું. હું સ્પષ્ટતા કરવા માગું છું કે આ એક અફવા જ છે. રણવીર સિંહ અને આલિયા ભટ્ટની ફિલ્મ ગલી બોય આગામી 14મી ફેબ્રુઆરી 2019ના દિવસે રિલીઝ થવાની છે. ફિલ્મને ઝોયા અખ્તરે ડિરેક્ટ કરી છે. 

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More