Home> Entertainment
Advertisement
Prev
Next

પોતાની પત્ની પર ગર્વ કરી રહ્યો છે રણવીર, દીપિકા વિશે કરી આ વાત

જલ્દી રણવીર સિંહ પોતાની આગામી ફિલ્મ સિંબામાં જોવા મળશે. રોહિત શેટ્ટના ડાયરેક્શનમાં બનેલી ફિલ્મ સિંબામાં સારા અલી ખાન લીડ રોલમાં જોવા મળશે. 

પોતાની પત્ની પર ગર્વ કરી રહ્યો છે રણવીર, દીપિકા વિશે કરી આ વાત

નવી દિલ્હીઃ બોલીવુડ એક્ટર રણવીર સિંહનું કહેવું છે કે, તેને પોતાની પત્ની દીપિકા પાદુકોણ પર ખૂબ ગર્વ છે. રણવીરે કહ્યું કે, તે જે કરે છે તેમાં 100 ટકા આપે છે. આ આ સપ્તાહે રણવીર ઝી ટીવીના સારેગામાપા શોમાં ગેસ્ટ તરીકે દેખાશે. આ એપિસોડના શૂટિંગ દરમિયાન રણવીર, એશ્વર્યા પંડિત નામની એક સ્પર્ધકના પર્ફોમન્સને જોઈને ચકિત થઈ ગયો હતો. એશ્વર્યાએ 2013ની ફિલ્મ ગોલિયો કી રાસલીલા રામ-લીલાના ગીત નગાડા સંગ ઢોલ ગાયું હતું. તેણે ગીતના શૂટિંગના દિવસોને યાદ કર્યા હતા. 

fallbacks

રણવીરે કહ્યું, આ ગીતે મારી જૂની યાદો તાજી કરાવી દીધી છે. હું આ પહેલા લગભગ જ દીપિકાને મળ્યો હતો. તે સમયે આકર્ષણ સુધી સીમિત હતં. જ્યારે મેં તેને (દીપિકા) નગાડા પર પરફોર્મ કરતા જોઈ, ત્યારે વિચાર બદલી ગયો. ત્યારબાદ મેં તેને કલાકારના રૂપમાં વધુ સન્માન આપવાનું શરૂ કરી દીધું હતું. તેણે કહ્યું, મને મારી પત્ની પર ગર્વ છે, તે જે કરે છે, તેમાં 100 ટકા આપે છે. મને યાદ છે કે, 2015મા દીપિકાએ બેક ટૂ બેક પાંચ બ્લોકબસ્ટર ફિલ્મો આપી હતી. 

fallbacks

જલ્દી રણવીર સિંહ પોતાની આગામી ફિલ્મ સિંબામાં જોવા મળશે. રોહિત શેટ્ટના ડાયરેક્શનમાં બનેલી ફિલ્મ સિંબામાં સારા અલી ખાન લીડ રોલમાં જોવા મળશે. આ ફિલ્મમાં રણવીર સિંહ એક કડક પોલીસ ઓફિસરની ભૂમિકામાં નજરે પડશે. પોલીસ ઓફિસરના રોલમાં પરફેક્ટ લાગવા માટે રણવીર સિંહે ફિઝિકલ ટ્રાન્ફોર્મેશન કર્યું છે. અહેવાલ પ્રમાણે રણવીરે સિંબા માટે ખૂબ મહેનત કરી છે. 

fallbacks

એક ઈન્ટરવ્યૂમાં સિંબાના ડાયરેક્ટર રોહિત શેટ્ટી વિશે વાત કરતા રણવીરે કહ્યું હતું, હું તેનો શરૂઆતથી પ્રશંસક રહ્યો છું. હું હંમેશા તેમની સાથે કામ કરવા ઇચ્છતો હતો, અને હવે મેં તેમની સાથે સિંબા જેવી ફિલ્મ કરી છે. મેં જેટલું વિચાર્યું હતું મારો તેમની સાથે કામ કરવાનો અનુભવ હજાર ગણો છે. મેં આટલા વર્ષોમાં આટલી ધમાકેદાર ફિલ્મો કરી નથી. મારી પાસે તમારા વિશે ભાવનાઓ વ્યક્ત કરવા માટે શબ્દો નથી. 

fallbacks

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More