Home> Entertainment
Advertisement
Prev
Next

લગ્ન પહેલાં રણવીરે શેયર કરેલી તસવીર જોઈને દીપિકાના ચહેરા પર આવી જશે સ્માઇલ

રણવીર અને દીપિકા પોતાના લગ્નના કારણે ચર્ચામાં છે

લગ્ન પહેલાં રણવીરે શેયર કરેલી તસવીર જોઈને દીપિકાના ચહેરા પર આવી જશે સ્માઇલ

મુંબઈ : રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ હાલમાં તેમના લગ્નના મામલે ચર્ચામાં છે. તેમના લગ્નને કારણે ચાહકોમાં ભારે ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે. આ પરિસ્થિતિમાં હાલમાં રણવીરે સોશિયલ મીડિયામાં જબરદસ્ત તસવીર પોસ્ટ કરી છે જેને જોઈને દીપિકાના ચહેરા પર ચોક્કસ સ્માઇલ આવી જશે. હાલમાં રણવીરે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાના એક બાળપણની તસવીર શેયર કરી છે જેમાં તે બહુ ક્યુટ દેખાય છે. આ ફોટો શેયર કરતી વખતે રણવીરે કેપ્શનમાં લખ્યું છે કે - 'Hands in the air, Like ya jus’ don’ care!!!'

fallbacks
 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

Hands in the air, Like ya jus’ don’ care!!! 😛🙌🏽🎈🎉🎊 #fridayfeeling

A post shared by Ranveer Singh (@ranveersingh) on

બોલિવૂડના સૌથી હોટ કપલ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહે પોતાના લગ્નની તારીખની જાહેરાત કરી દીધી છે અને સોશિયલ મીડિયામાં ઇન્વિટેશન કાર્ડ પણ શેયર કર્યું છે. આ જાહેરાત પછી ચાહકો તેમને શુભેચ્છા પાઠવી રહ્યા છે. હવે આ જોડી પોતાના લગ્નને યાદગાર બનાવવામાં કોઈ કસર છોડવા નથી માગતી અને આ કારણે દીપિકા અને રણવીર લગ્ન પછી બે રિસેપ્શન રાખવાના છે. આ એક રિસેપ્શન મુંબઈમાં અને બીજું બેંગ્લુરુમાં યોજાશે.

મોટા સમાચાર : અર્જુન અને મલાઇકા લગ્ન કરવા માટે તૈયાર !

દીપિકા અને રણવીર પોતાનું પહેલું રિસેપ્શન  28-29 નવેમ્બરે બેંગ્લુરુમાં રાખશે. દીપિકા બેંગ્લુરુમાં ઉછરી હોવાના કારણે આ રિસેપ્શનમાં દીપિકાના સ્કૂલ અને કોલેજ ફ્રેન્ડ પણ  હાજરી આપશે. આ જોડીનું બીજું રિસેપ્શન મુંબઈમાં હોટેલ ગ્રાન્ડ હયાત ખાતે 30 નવેમ્બર અને 1 ડિસેમ્બરના દિવસે યોજાશે. મુંબઈના રિસેપ્શનમાં લગભગ 3000 હસ્તીઓ હાજરી આપશે. 

સાઉથની સુપરહિટ ‘અર્જુન રેડ્ડી’નો અવતાર લેશે શાહિદ કપૂર, બનશે ‘કબીર સિંહ’

રણવીર સિંહ અને દીપિકા પાદુકોણે સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘ગોલિયોં કી રાસલીલા રામલીલા’માં પહેલીવાર સાથે કામ કર્યું હતું. આ ફિલ્મ 15 નવેમ્બર, 2013ના રોજ રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં રણવીર દીપિકાની કેમેસ્ટ્રી લોકોને ખૂબ પસંદ આવી હતી. દીપિકા-રણવીરની લવસ્ટોરી આ ફિલ્મના સેટ પર જ શરૂ થઈ હતી અને એટલે જ આ ફિલ્મની રિલીઝ ડેટ બંને માટે ખાસ છે. હવે તેમણે આ તારીખને જ પોતાનો લગ્નની તારીખ તરીકે પસંદ કરી છે. 

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More