Home> Entertainment
Advertisement
Prev
Next

રણવીર સિંહે નજીક આવીને એવો સવાલ પુછ્યો કે અનુષ્કા શર્મા ગુસ્સાથી થઇ લાલઘૂમ અને... જુઓ વીડિયો

બોલીવુડ સુપરસ્ટાર રણવીર સિંહ (Ranveer Singh) પોતાના મજાકીયા સ્વભાવ અને અતરંગી સ્ટાઇલને લીધે સતત સમાચારમાં છવાયેલો રહે છે. પરંતુ અનુષ્કા શર્મા (Anushka Sharma) સાથે મજાક કરવી ભારે પડી ગઇ, જુઓ વાયરલ વીડિયો (Viral Video)

રણવીર સિંહે નજીક આવીને એવો સવાલ પુછ્યો કે અનુષ્કા શર્મા ગુસ્સાથી થઇ લાલઘૂમ અને... જુઓ વીડિયો

નવી દિલ્હી : બોલીવુડ સુપરસ્ટાર રણવીર સિંહ (Ranveer Singh) પોતાના મજાકીયા સ્વભાવ અને અતરંગી સ્ટાઇલને લીધે સતત સમાચારમાં છવાયેલો રહે છે. પરંતુ અનુષ્કા શર્મા (Anushka Sharma) સાથે મજાક કરવી ભારે પડી ગઇ, અનુષ્કા શર્મા (Anushka Sharma) અને રણવીર સિંહ (Ranveer Singh) નો આ વીડિયો (Video) સોશિયલ મીડિયા (Social Media) પર જોરદાર વાયરલ (Viral) થઇ રહ્યો છે. 

fallbacks

વાત કંઇક એવી છે કે, તાજેતરમાં એક એવોર્ડ ફંકશન દરમિયાન રણવીર સિંહે જ્યારે અનુષ્કા શર્માને એક સવાલ પુછ્યો તો અનુષ્કાએ જાહેરમાં ફટકાર લગાવી. રણવીર સિંહ અને અનુષ્કા શર્મા મુંબઇમાં યોજાયેલા બ્યૂટી એવોર્ડમાં હાજર રહ્યા હતા. જ્યાં હાથમાં માઇક લઇને આવેલા રણવીર સિંહે અનુષ્કા શર્મા સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો પરંતુ એ એને ભારે પડી હતી. જુઓ વીડિયો

અનુષ્કા શર્માના ફેન્સ પેજ પર અનુષ્કા શર્મા અને રણવીર સિંહનો આ મજેદાર વીડિયો જોરદાર વાયરલ થઇ રહ્યો છે. રણવીર સિંહે કોઇ સંકેત આપ્યા વિના સફળતા અંગે વાત કરવી શરૂ કરી અને કહ્યું કે, આવો આપણે ઘણી જ સુંદર અને પ્રતિભાશાળી અનુષ્કા શર્માને પુછીએ કે તમારા માટે સફળતાનો મતલબ શું છે?

રણવીરે જ્યારે અનુષ્કાના ચહેરા આગળ માઇક ધર્યું તો અનુષ્કાએ કડક અવાજમાં કહ્યું કે, રણવીર તું હોસ્ટ નથી, અનુષ્કાનો કહેવાનો રણકો જોઇ રણવીરે મજાક કરવાની વાતનું પોટલું વાળી સોરી બોલતાં બોલતાં ત્યાંથી ચાલતી પકડી હતી. 

જુઓ, LIVE TV

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More