Home> Entertainment
Advertisement
Prev
Next

Ranveer Singh: આ છે રણવીર સિંહની સૌથી મોટી ફ્લોપ ફિલ્મ, મેકર્સને કરાવ્યું કરોડોનું નુકસાન, 4 દિવસમાં થઈ ગયો ધબડકો

Ranveer Singh: રણવીર સિંહ જેને કરોડો લોકો ચાહે છે. રણવીર સિંહ છેલ્લા ઘણા સમયથી એક પછી એક સુપરહિટ ફિલ્મો આપી રહ્યો છે તેણે પણ તેના કરિયરની સૌથી મોટી ફ્લોપ ફિલ્મ આપી છે. રણવીર સિંહ ના કરિયરની સૌથી મોટી ફ્લોપ ફિલ્મ 2022 માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મથી મેકર્સને કરોડો રૂપિયાનું નુકસાન થયું હતું.

Ranveer Singh: આ છે રણવીર સિંહની સૌથી મોટી ફ્લોપ ફિલ્મ, મેકર્સને કરાવ્યું કરોડોનું નુકસાન, 4 દિવસમાં થઈ ગયો ધબડકો

Ranveer Singh: આજે રણવીર સિંહ બોલીવુડના ટોપ એક્ટરમાંથી એક છે. તેણે એક નહીં અનેક બ્લોકબસ્ટર ફિલ્મો આપી છે. આગામી સમયમાં તે ડોન 3 ફિલ્મમાં પણ જોવા મળશે. લોકો તેની એક ઝલક જોવા માટે પાગલ હોય છે. પરંતુ રણવીરસિંહ એ તેના કરિયરમાં એક એવી ફિલ્મો પણ કરી છે જેમાં લોકોને તે જરા પણ પસંદ પડ્યો નહીં. અને આ ફિલ્મ તેના કરિયરની સૌથી મોટી ફ્લોપ ફિલ્મ સાબિત થઈ. 

fallbacks

રણવીર સિંહે 14 વર્ષની ફિલ્મી કારકિર્દીમાં 16 ફિલ્મો કરી છે. જેમાંથી એક ફિલ્મ એટલી ખરાબ રીતે પિટાઈ ગઈ કે મેકર્સને અંદાજે 60 કરોડ જેટલું નુકસાન થયું. આ ફિલ્મ રિલીઝ થયાના ચાર દિવસમાં જ સિનેમા ઘરો ખાલી રહેવા લાગ્યા. જે ફિલ્મની અહીં વાત થઈ રહી છે તે છે જયેશભાઈ જોરદાર. 

આ પણ વાંચો: One Night Stand કરી ચૂક્યા છે બોલીવુડના આ કલાકારો, પહેલું નામ વાંચીને લાગી જશે આંચકો

વર્ષ 2022માં રણવીર સિંહની જયેશભાઈ જોરદાર ફિલ્મ રિલીઝ થઈ હતી. આ ફિલ્મનું ડાયરેક્શન દિવ્યાંગ ઠક્કરે કર્યું હતું. આ ફિલ્મમાં પ્રતીક નંદા, રણવીર સિંહ, શાલીની પાંડે, બોમન ઇરાની, રત્ના પાઠક મુખ્ય ભૂમિકામાં હતા. આ ફિલ્મની સ્ટોરી અંકુર ચૌધરી અને દિવ્યાંગ ઠક્કરે લખી હતી. 

રણવીર સિંહની આ ફિલ્મ 85 કરોડના ખર્ચે બની હતી. અને આ ફિલ્મનું વર્લ્ડ વાઇડ ગ્રોસ કલેક્શન માત્ર 26 કરોડનું હતું. જેમાં ડોમેસ્ટિક નેટ કલેક્શન 15 કરોડનું જ થયું. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ડિઝાસ્ટર સાબિત થઈ હતી. લોકો આ ફિલ્મમાં રણવીર સિંહ ને જોવા માટે પણ તૈયાર ન હતા. ફિલ્મ રિલીઝ થયાના ચાર દિવસમાં જ થિયેટરમાં ફિલ્મ પિટાઈ ગઈ. 

આ પણ વાંચો: ભવ્ય રીતે રિલીઝ કરાશે પુષ્પા 2 નું ટ્રેલર, અલગ અલગ શહેરોમાં આ તારીખે ઇવેન્ટ યોજાશે

રણવીર સિંહની ફિલ્મી કારકિર્દીની વાત કરીએ તો વર્ષ 2010 માં તેણે બોલીવુડમાં બેન્ડ બાજા બારાત ફિલ્મથી ડેબ્યુ કર્યું હતું. ત્યાર પછી લેડીઝ વર્સીસ રિકી બહલ, ગોલિયોં કી રાસલીલા રામલીલા, ગુંડે, દિલ ધડકને દો, બાજીરાવ મસ્તાની, પદ્માવત, સિંબા, 83, રોકી ઓર રાની કી પ્રેમ કહાની સહિતની સુપરહિટ ફિલ્મો કરી.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More