Home> Entertainment
Advertisement
Prev
Next

રણબીર-દીપિકાના સંબંધો વિશે કંઈક ખાસ બોલી ગયો રણવીર

રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ વચ્ચે લગ્ન પછી પણ જબરદસ્ત કેમિસ્ટ્રી પ્રવર્તે છે

રણબીર-દીપિકાના સંબંધો વિશે કંઈક ખાસ બોલી ગયો રણવીર

નવી દિલ્હી : રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ વચ્ચે લગ્ન પછી પણ જબરદસ્ત કેમિસ્ટ્રી પ્રવર્તે છે. રણવીર સાથે રિલેશનશીપ પહેલાં દીપિકા અને રણબીર કપૂર વચ્ચે પ્રેમપ્રકરણ હતું પણ નિષ્ફળ સાબિત થયું હતું. એક પ્રેસ મીટ દરમિયાન રણવીર સિંહને રણબીર કપૂર અને દીપિકા પાદુકોણને લઈને સવાલ કરાયો. રણવીરને પૂછવામાં આવ્યું કે રણબીર અને દીપિકાના સાથે કામ કરવા બદલ તેને અસુરક્ષિત હોવાની લાગણીનો અનુભવ થાય છે? આ સવાલ સાંભળતા જ રણવીર હસી પડ્યો અને તેણે જે જવાબ આપ્યો તેનાથી ત્યાં ઉપસ્થિત સૌ કોઈની બોલતી બંધ થઈ ગઈ.

fallbacks

પ્રિયંકા ચોપડા અને મેઘન માર્કેલની મિત્રતાનો ધ એન્ડ, કારણ કે...

રણવીરે કહ્યું કે, ‘શું હું તમને એવો વ્યક્તિ લાગું છું જે અસુરક્ષિત અનુભવતો હોય. હું આ પ્રકારનો માણસ નથી. હું જે છું અને જેવો પણ છું તેને લઈને વધારે સુરક્ષિત અનુભવ કરવાવાળો વ્યક્તિ છું. મને ખબર છે કે દીપિકાને મારા જેટલો પ્રેમ કોઈ કરી શકે નહીં. તો બંને સાથે કામ કરે તેમાં મને કોઈ તકલીફ નથી’.

રણવીર અને દીપિકાએ ગયા વર્ષે નવેમ્બર મહિનામાં કોંકણી અને સિંધી રિવાજથી ઇટાલીના લેક કોમો ખાતે લગ્ન કર્યા હતા. આ પછી તેમણે મુંબઈ અને બેંગ્લુરુમાં રિસેપ્શન પાર્ટીનું પણ આયોજન કર્યું હતું. દીપિકા અને રણવીર છ વર્ષના પ્રેમ પ્રકરણ પછી લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. 

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More