Home> Entertainment
Advertisement
Prev
Next

ફિલ્મ જયેશભાઇ જોરદારમાં રણવીર સિંહની હીરોઇન બનશે આ સાઉથની અભિનેત્રી

રણવીર સિંહની ફિલ્મ જયેશભાઇ જોરદાર માટે ફીમેલ લીડનું નામ ફાઇનલ થઇ ગયું છે. યશ રાજ ફિલ્મ્સે એક્ટ્રેસના નામનો ખુલાસો કરી દીધો છે. ફિલ્મમાં સાઉથ અભિનેત્રી શાલિની પાંડે રણવીર સિંહની અપોઝિટ રોલમાં છે. આ ફિલ્મથી શાલિની બોલીવુડમાં ડેબ્યૂ કરી રહી છે. 

ફિલ્મ જયેશભાઇ જોરદારમાં રણવીર સિંહની હીરોઇન બનશે આ સાઉથની અભિનેત્રી

નવી દિલ્હી: રણવીર સિંહ (Ranveer Singh) ની ફિલ્મ જયેશભાઇ જોરદાર (Jayeshbhai Jordaar) માટે ફીમેલ લીડનું નામ ફાઇનલ થઇ ગયું છે. યશ રાજ ફિલ્મ્સે એક્ટ્રેસના નામનો ખુલાસો કરી દીધો છે. ફિલ્મમાં સાઉથ અભિનેત્રી શાલિની પાંડે રણવીર સિંહની અપોઝિટ રોલમાં છે. આ ફિલ્મથી શાલિની બોલીવુડમાં ડેબ્યૂ કરી રહી છે. 

fallbacks

યશ રાજ ફિલ્મે શાલિનીને ઇંટ્રોડ્યૂસ કર્યું. તેમણે ટ્વિટ કરી લખ્યું- શાલિની પાંડે રણવીર સિંહ (Ranveer Singh)ની ઓફિશિયલ હીરોઇન છે. તે જયેશભાઇ જોરદાર (Jayeshbhai Jordaar માં જોવા મળશે. તમને જણાવી દઇએ કે ફિલ્મ રણવીર સિંહ (Ranveer Singh) નો ફર્ટ લુક સામે આવી ગયો છે. આ ફિલ્મ માટે રણવીર સિંહ ગુજરાતી છોકરાનું પાત્ર ભજવે છે. ફિલ્મ્ને દિવ્યાંગ ઠક્કરે ડાયરેક્ટ કરી છે અને યશ રાજ સ્ટૂડિયોએ પ્રોડ્યૂસ કર્યું છે.  

એક ઇન્ટરવ્યૂમાં જયેશભાઈના કેરેક્ટર વિશે વાત કરતાં રણવીરે કહ્યું હતું કે, 'જે રીતે ચાર્લી ચેપલિને એકવાર કહ્યું હતું કે, "સાચા હાસ્ય માટે તમારી અંદર પીડા સહન કરવાની સમર્થતા હોવી જરૂરી છે. જયેશભાઈ એક સાધારણ વ્યક્તિ છે, જે કોઈ અસાધારણ પરિસ્થિતિમાં મૂકાય તો બધું જ સાધારણ કરી દે છે. જયેશભાઈ સંવેદનશીલ અને દયાળુ છે. તે સમાજમાં મહિલાઓ અને પુરૂષો વચ્ચે સમાન અધિકારોમાં વિશ્વાસ રાખે છે.'
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More