Home> Entertainment
Advertisement
Prev
Next

RANVEER SINGH હવે બનશે રાવણ! આ પહેલાં ખિલજી બનીને Box Office પર મચાવી હતી ખલબલી

કોરોનાના કારણે ફિલ્મ ઈન્ડસ્ટ્રીને મોટું નકસાન પહોંચ્યું છે. કેટલીક ફિલ્મોનું શૂટિંગ અટકાવી દેવાયું તો કેટલીક ફિલ્મોની રિલીઝ ડેટ પાછળ ખેંચવામાં આવી છે. પરંતુ, તેમ છતા ફિલ્મ મેકર્સ એક હકારાત્મક વિચાર રાખીને પોતાના આવાનારા પ્રોજેક્ટસ્ પર કામ કરી રહ્યા છે. તેવામાં બોલીવૂડની દુનિયામાં ચર્ચાઓએ જોર પકડ્યું છે કે રણવીર સિંહ ફરીવાર એક નેગેટિવ રોલમાં જોવા મળશે.

RANVEER SINGH હવે બનશે રાવણ! આ પહેલાં ખિલજી બનીને Box Office પર મચાવી હતી ખલબલી

નવી દિલ્લીઃ રણવીર સિંહ માટે કહેવામાં આવે છે કે તે જ કેરેક્ટર નિભાવે છે. તે કેરેક્ટરને તે આત્મસાદ કરે છે. પછી તે રોલ હિરોનો હોય કે વિલનનો. પોતાના ખિલજીના રોલથી રણવીરે લોકોના મગજમાં પોતાની અનોખી છાપ છોડી હતી. ત્યારે, હવે ફરીવાર તે 70MMના સ્ક્રિન પર નેગેટિવ રોલમાં જોવા મળી શકે છે.

fallbacks

fallbacks

કોરોનાના કારણે ફિલ્મ ઈન્ડસ્ટ્રીને મોટું નકસાન પહોંચ્યું છે. કેટલીક ફિલ્મોનું શૂટિંગ અટકાવી દેવાયું તો કેટલીક ફિલ્મોની રિલીઝ ડેટ પાછળ ખેંચવામાં આવી છે. પરંતુ, તેમ છતા ફિલ્મ મેકર્સ એક હકારાત્મક વિચાર રાખીને પોતાના આવાનારા પ્રોજેક્ટસ્ પર કામ કરી રહ્યા છે. તેવામાં બોલીવૂડની દુનિયામાં ચર્ચાઓએ જોર પકડ્યું છે કે રણવીર સિંહ ફરીવાર એક નેગેટિવ રોલમાં જોવા મળશે.

ફિલ્મ 'સીતા'ને લઈને મોટા સમાચાર
આજકલ પૌરાણિક ગ્રંથો પર ફિલ્મો બનાવવાનું ચલણ ચાલી રહ્યું છે. પ્રભાસ અને દિપીકાની 'આદિપુરુષ', દિપીકા પાડુકોળની 'દ્રોપદી'ની સાથે 'સીતા' નામની ફિલ્મે બનવા અંગે પણ ચર્ચાઓ થઈ રહી છે. આ ફિલ્મના લેખક એસ.એસ. રાજામૌલીના પિતા કે.વી. વિજયેંદ્ર પ્રસાદ છે. 'સીતા' ફિલ્મ અંગે ઘણા સમાચારો સામે આવી રહ્યા છે. ત્યારે, હવે આ ફિલ્મના કાસ્ટિંગન અંગે એક માહિતી બહાર આવી છે.

fallbacks

રાવણ બની શકે છે રણવીર સિંહ
વેબસાઈટ બોલીવૂડ લાઈફના અહેવાલ મુજબ રાવણના રોલ માટે સૌથી એનર્જેટિક એક્ટર રણવીર સિંહને એપ્રોચ કરવામાં આવ્યો છે. આ ફિલ્મ માં સીતા પર બનશે અને આ ફિલ્મ માં સીતાના એંગલથી તેમના જીવન વિશે બનાવવામાં આવશે. પદ્માવતમાં પોતાના ખિલજીના રોલથી રણવીરે લોકોના મગજમાં પોતાની અનોખી છાપ છોડી હતી. ત્યારે, હવે તમે અનુમાન લગાવી શકો છો કે રણવીર સિંહ જ્યારે ફિલ્મી પડદા પર રાવણનો કિરદાર નિભાવશે તો તે કેવા લેવલની એક્ટિંગ કરશે.

કરીના નિભાવી શકે છે સીતાનો રોલ
લીડ કેરેક્ટર એટલે કે માં સીતાના રોલ માટે કરીના કપૂર અને આલિયા ભટ્ટનું નામ ચર્ચામાં છે. ત્યારે, મેકર્સે કરીના કપૂરને આ રોલ માટે ફાઈનલ કરી છે તેવું પણ સૂત્રો જણાવી રહ્યા છે. જો આવું થશે તો પહેલી વાર કરીના કપૂર અને રણવીર સિંહ એક સાથે ફિલ્મમાં જોવા મળશે.

PHOTOS COUTESY: RANVEER SINGH INSTAGRAM  

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More