Home> Entertainment
Advertisement
Prev
Next

Gully Boy માં ગુલુ-ગુલુ કર્યા બાદ Ranveer Singh અને Alia Bhatt હવે Karan Johar ની પ્રેમ કહાનીમાં કરશે ઈલુ-ઈલુ

કરણ જોહર (Karan Johar) હાલમાં તેમના મહત્વાકાંક્ષી પીરિયડ ડ્રામા ‘તખ્ત’ (Takht)ને મુલતવી રાખીને લોકોના ટેસ્ટને બદલવા માટે કેટલીક હલ્કી-ફુલ્કી રોમેન્ટિક કોમેડી લાવવાની યોજના બનાવી રહ્યા છે.

Gully Boy માં ગુલુ-ગુલુ કર્યા બાદ Ranveer Singh અને Alia Bhatt હવે Karan Johar ની પ્રેમ કહાનીમાં કરશે ઈલુ-ઈલુ

નવી દિલ્લીઃ ફિલ્મ ‘ગલી બોય’ની શાનદાર સફળતા પછી ફરી એકવાર રણવીર સિંહ (Ranveer Singh) અને આલિયા ભટ્ટ (Alia Bhatt) ની જોડી એક સાથે જોવા મળશે. આ વખતે બોલીવુડના સ્ટાર કીડના 'ડેડી' કહેવાતા કરણ જોહરની ફિલ્મમાં આ જોડી જોવા મળશે. 'ગલી બોય' બાદ ફરી એકવાર રણવીર સિંહ (Ranveer Singh) અને આલિયા ભટ્ટ (Alia Bhatt) ની જોડી ધમાકો કરવા જઈ રહી છે.

fallbacks

fallbacks

કરણ જોહર (Karan Johar) હાલમાં તેમના મહત્વાકાંક્ષી પીરિયડ ડ્રામા ‘તખ્ત’ (Takht)ને મુલતવી રાખીને લોકોના ટેસ્ટને બદલવા માટે કેટલીક હલ્કી-ફુલ્કી રોમેન્ટિક કોમેડી લાવવાની યોજના બનાવી રહ્યા છે. સાથે ફરી કરણ જોહર આ ધમાકો કરવા જઈ રહ્યા છે. જોકે આ ફિલ્મ મે મહિનામાં ફ્લોર પર જવા માટે તૈયાર હતી, પરંતુ કોવિડ રોગચાળાએ ડિરેક્ટર કરણ જોહર (Karan Johar)નું પ્લાનિંગ બગાડ્યું. હવે આ રોમેન્ટિક કોમેડી ફિલ્મથી સંબંધિત નવી માહિતી બહાર આવી છે.

Aishwarya Rai ની એક નહીં પણ અનેક છે હમશકલ, તસવીરો જોઈને તમે પણ ચોંકી જશો

fallbacks

 કરણ જોહર (Karan Johar) સાથે રણવીર સિંહ (Ranveer Singh) અને આલિયા ભટ્ટ (Alia Bhatt) ની આ ફિલ્મ એક મોડર્ન લવ સ્ટોરી હશે. એક અહેવાલ મુજબ આ ફિલ્મનું નામ ‘પ્રેમ કહાની’ રાખવામાં આવ્યું છે, જોકે આ ફિલ્મ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે નિર્માતાઓ એક અલગ પણ રિલેટેબલ ટાઈટલ શોધી રહ્યા હતા, પરંતુ પછી ઘણા પ્રયત્નો કર્યા પછી તેઓએ ફિલ્મનું ટાઈટલ ‘પ્રેમ કહાની’ પસંદ કર્યું. ફિલ્મ બે ઓપોઝિટ પાત્રોની લવ સ્ટોરી છે. આમાં દર્શકોને વિંટેજ કરણ જોહર (Karan Johar)ની ઝલક મળશે, જેની ફિલ્મો એક સમયે ફક્ત ખુશીઓ ફેલાવતી અને પ્રેક્ષકોને ફેયરી ટેલની દુનિયામાં લઈ જાતી.

Katrina Kaif ની એક નહીં પણ સાત-સાત છે હમશકલ! Photos જોઈને તમારી અક્કલ કામ નહીં કરે

ફિલ્મના નામ બાદ હવે આ ફિલ્મના શૂટિંગ માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. નિર્માતાઓએ ફિલ્મના શૂટિંગની શરૂઆતથી ક્રૂ સભ્યોને વેક્સિન આપવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. સેટ ડિઝાઈનિંગથી લઈને સારા મ્યુઝિક સુધીની દરેક વસ્તુ વર્ક ઈન પ્રોગ્રેસમાં છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ફિલ્મની ટીમે વાર્તા અને સંવાદો લખવાનું કાર્ય પૂર્ણ કરી લીધું છે.

Actress પ્રેગ્નેટ હતી ત્યારે પતિએ પૂછ્યું કે બાળક કોનું છે? પોતાના જ ભાઈ સાથે લફરું હોવાનો લગાવ્યો આરોપ

આ ફિલ્મની સાથે કરણ ચાર વર્ષ બાદ દિગ્દર્શન ક્ષેત્રે પરત ફરવા જઈ રહ્યા છે. આ પહેલા તેમણે રણબીર કપૂર (Ranbir Kapoor), અનુષ્કા શર્મા (Anushka Sharma) અને એશ્વર્યા રાય (Aishwarya Rai Bachchan) સ્ટારર ફિલ્મ ‘એ દિલ હૈ મુશ્કિલ’ (Ae Dil Hai Mushkil)નું દિગ્દર્શન કર્યું હતું. તે એક રોમેન્ટિક ફિલ્મ પણ હતી. જે બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઈ હતી.

Amitabh Bachchan ને આ એક કારણના લીધે જ Jaya સાથે કરવા પડ્યા લગ્ન, કારણ જાણીને તમે કહેશો કે સાવ આવું...!

બોલીવુડની આ અભિનેત્રીએ પિતાને જ માની લીધાં હતા પોતાના બોયફ્રેંડ! પર્સનલ લાઈફની એવી વાત સામે આવી કે શું કહેવું...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More