Home> Entertainment
Advertisement
Prev
Next

'છેદી સિંહ'ના સિક્સ પેક પર ફિદા થયા રણવીર સિંહ અને રોહિત શેટ્ટી, શૂટ કરાવ્યો આ ફોટો

આ ફિલ્મમાં એક્ટર રણવીર સિંહ અને સારા અલી ખાન મુખ્ય ભૂમિકામાં છે. 
 

 'છેદી સિંહ'ના સિક્સ પેક પર ફિદા થયા રણવીર સિંહ અને રોહિત શેટ્ટી, શૂટ કરાવ્યો આ ફોટો

નવી દિલ્હીઃ બોલીવુડની સુપરહિટ ફિલ્મ દબંદમાં છેદી સિંહની ભૂમિકામાં લોકોની વચ્ચે પોતાની ઓળખ સ્થાપિત કરી ચુકેલા સોનુ સૂદની ગણતા તે સિતારાઓમાં થાય છે જે પોતાની બોડી બિલ્ડિંગ પર ખુબ ધ્યાન આપે છે. હાલમાં એક્ટર રણવીર સિંહ અને ડાયરેક્ટર રોહિત શેટ્ટીએ સોનૂના સિક્સ પેકને દેખાડતો ફોટો શૂટ કરાવ્યો છે. આ દરમિયાન શોનુ શર્માતો નજરે પડ્યો હતો. 

fallbacks

મહત્વનું છે કે બોલીવુડના પ્રખ્યાત ડાયરેક્ટર રોહિત શેટ્ટી આવનારી ફિલ્મ સિંબાનું શૂટિંગ કરી રહ્યાં છે. આ વચ્ચે ખાલી સમયમાં રણવીર અને રોહિતે સોનૂને સીડિ પર પકડી લીધો અને તેનું ગંજી ઉંચુ કરીને ફોટો ક્લિક કરાવ્યો. સોનૂ આ તસ્વીરમાં શર્માતો અને પોતાને પકડમાંથી છોડવતો દેખાઈ રહ્યો છે. ફિલ્મનો હીરો રણવીર સિંહે આ ક્ષણની તસ્વીર પોતાના ટ્વીટર અને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરતા લખ્યું, 'ભાઈ From Another ભાઈ'. 

ઉલ્લેખનીય છે કે સિંબાનો અર્થ સિંહ થાય છે. આ ફિલ્મમાં એક્ટર રણવીર સિંહ અને સારા અલી ખાન મહત્વની ભૂમિકામાં છે. સેફ અલી ખાની પુત્રી સારા આ ફિલ્મ દ્વારા બોલીવુડમાં પર્દાપણ કરી રહી છે. તો સોનુ સૂદ ફિલ્મમાં વિલનની ભૂમિકામાં છે. સિંબા આ વર્ષે 28 ડિસેમ્બરે રિલીઝ થશે. હાલમાં હૈદરાબાદમાં શૂટિંગ ચાલી રહ્યું છે. 

ફિલ્મમાં રણવીર સિંહ એક પોલીસ ઓફિસર સંગ્રામ ભાલેરાઉના કિરદારમાં નજર આવશે. આ પહેલા દબંગ શ્રેણીમાં સલમાન ખાન અને સિંઘમમાં અજય દેવગને બોલીવુડના પ્રસિદ્ધ પોલીસના કિરદારમાં દેખાઈ ચુક્યા છે. સિંબા પહેલા રોહિત શેટ્ટીએ ચિંગ્સની જાહેરાતમાં પણ રણવીર સિંહ સાથે જોવા મળ્યો હતો. સિંબા તેલુગૂ ફિલ્મ ટેમ્પરની રીમેક છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More