Home> Entertainment
Advertisement
Prev
Next

Jayeshbhai Jordaar Trailer Out: ગુજરાતી અંદાજમાં ધૂમ મચાવવા તૈયાર છે રણવીર સિંહ, જુઓ 'જયેશભાઈ જોરદાર'નું ટ્રેલર

હીરોઈઝમની એક નવી વ્યાખ્યા લઈને જયેશભાઈ જોરદારે દસ્તક આપી દીધી છે. એકદમ અલગ કહાની લઈને રણવીર સિંહ રૂપેરી પડદે જોવા મળશે. તમે તેને આ અગાઉ આવી ભૂમિકામાં નહીં જોયો હોય. ફિલ્મના ટ્રેલરથી એક વાતસ્પષ્ટ રીતે ઝલકી રહી છે કે ફિલ્મ એકદમ રોમાંચક હશે અને તમને હસાવી હસાવીને લોથપોથ કરી નાખશે પણ સાથે સાથે એક સામાજિક સંદેશ પણ આપશે. 

Jayeshbhai Jordaar Trailer Out: ગુજરાતી અંદાજમાં ધૂમ મચાવવા તૈયાર છે રણવીર સિંહ, જુઓ 'જયેશભાઈ જોરદાર'નું ટ્રેલર

Jayeshbhai Jordar Trailer: હીરોઈઝમની એક નવી વ્યાખ્યા લઈને જયેશભાઈ જોરદારે દસ્તક આપી દીધી છે. એકદમ અલગ કહાની લઈને રણવીર સિંહ રૂપેરી પડદે જોવા મળશે. તમે તેને આ અગાઉ આવી ભૂમિકામાં નહીં જોયો હોય. ફિલ્મના ટ્રેલરથી એક વાતસ્પષ્ટ રીતે ઝલકી રહી છે કે ફિલ્મ એકદમ રોમાંચક હશે અને તમને હસાવી હસાવીને લોથપોથ કરી નાખશે પણ સાથે સાથે એક સામાજિક સંદેશ પણ આપશે. આ ફિલ્મમાં રણવીર સિંહની સાથે જ બોમન ઈરાની પણ મહત્વની ભૂમિકામાં છે. લાંબા સમયથી આ ફિલ્મની વાર્તાને લઈને અનેક પ્રકારની અટકળો ચાલુ હતી. હવે આખરે ટ્રેલર સામે આવી ગયું છે અને કહાની જોતા તે ખુબ જ સિમ્પલ લાગે છે પરંતુ પડદા પર દર વખતની જેમ આ વખતે પણ રણવીર સિંહ પોતાનો જાદુ ચલાવી લે છે. ટ્રેલરમાં જોઈ શકાય છે કે ગુજરાતનો સીધા સાદો માણસ તેની પત્ની માટે પરિવાર, દુનિયા અને સમાજ સામે લડી જાય છે અને રૂઢીવાદી સોચને ખતમ કરે છે. 

fallbacks

રણવીર સિંહની ફિલ્મ જયેશભાઈ જોરદારની કહાની એક એવા ગુજરાતી યુવકની આસપાસ ઘૂમે છે જે પિતાના પગલે ચાલીને સરપંચ બની જાય છે. પરંતુ જ્યારે તેના ઘરમાં છોકરો નહીં છોકરીનો જન્મ થાય છે ત્યારે તે સમાજના દાયરામાંથી બહાર જતો રહે છે. રણવીર સિંહની પત્ની ગર્ભવતી છે અને હવે સવાલ એ ઉઠે છે કે જયેશભાઈને ત્યાં છોકરો આવશે કે છોકરી? ટ્રેલરથી સ્પષ્ટ થાય છે કે છોકરી આવવાની છે અને હવે જયેશભાઈ તેની પત્ની અને પુત્રીના હક માટે દરેક એ કામ કરે છે જે તેને જોરદાર બનાવે  છે. 

જુઓ ટ્રેલર

મજેદાર વાત એ છે કે ફિલ્મમાં એક સામાજિક સંદેશને હાસ્યના અંદાજમાં અને વ્યવસ્થિત રીતે દર્શકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. એકવાર ફરીથી રણવીર સિંહે પોતાના પાત્રને બરાબર ન્યાય આપ્યો છે. રણવીર સિંહની બોડી લેન્ગવેજથી લઈને તેના દરેક અંદાજને જોઈને દર્શકો હસી હસીને લોથપોથ થવાના છે. ફિલ્મનું ટ્રેલર જોયા બાદ કહી શકાય કે રણવીર સિંહે ફરી એકવાર એક અલગ પ્રકારની ભૂમિકા ભજવી છે. આ ફિલ્મ 13મી મેના રોજ થિયેટરોમાં રિલીઝ થવાની છે. 

Generic Medicines: આ રાજ્યના ડોક્ટરોએ જો બ્રાન્ડેડ દવાઓ લખી આપી તો થશે કાર્યવાહી

Loudspeaker Row: UP માં લાઉડ સ્પીકર અને જૂલૂસ અંગે યોગી સરકારે લીધા મહત્વના નિર્ણય, ખાસ જાણો

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More