Ranveer Singh Show: રણવીર સિંહ બોલીવુડના એક દુર્લભ અભિનેતા છે. તેમનું વિચિત્રપણુ તેમને બધાથી અલગ બનાવે છે. બેયર ગ્રીલ્સના શોમાં જવાનું તેમનુ કારણ પણ ખુબ અજીબ છે. બેયર ગ્રીલ્સના શોમાં રણવીર પત્ની દીપિકા પાદુકોણ માટે એક દુર્લભ ફૂલ લાવવા માટે જોખમ ઉઠાવતા નજર આવી રહ્યાં છે. દક્ષિણ પૂર્વી યુરોપમાં એક દેશ છે સર્બિયા. સર્બિયાના પહાડી વિસ્તારમાં એક ફૂલ જોવા મળે છે. આ ફૂલનું નામ છે સર્બિકા રમોંડા. દુનિયામાં આ ફૂલ બીજી કોઈ જગ્યા પર નથી મળતું. આ ફૂલની ખાસિયત એ છે કે તે વર્ષો સુધી સુકાયેલુ રહેવા છતાં ફરીવાર પાણી મળવા પર તે ફરી ખીલી ઉઠે છે. સાચા પ્રેમની કદાચ આજ નિશાની છે. મુરઝાઈ જાય પણ મરતા નથી.
ખુબ વાતો કરે છે રણવીર
શોની શરૂઆત સરસ રીતે થાય છે.પરંતુ થોડીક જ વારમાં આપ સમજી જશો કે મોટા ભાગે શો સ્ક્રિપ્ટેડ છે. બેયર અને રણવીરનો 36 કલાકનો સાથ નેટફ્લિક્સના સ્પેશિયલ શોમાં એડિટ કરીને સવા કલાકમાં બતાવવામાં આવ્યો છે. જેમાં રણવીર મોટા ભાગે વાતો કરતો જોવા મળે છે. પહાડો પર ચઢવુ ઉતરવું, ખીણને પાર કરવી, જાનવારોનું જોખમ, જંગલમાં રાત વિતાવવી, શોની વચ્ચે રણવીરના મિત્રનું આવવુ અને આખરે એ પહાડ સુધી પહોંચવુ જ્યાં સર્બિકા રોમોંડા ફૂલ મળે છે. રણવીર વર્સિસ વાઈલ્ડ શોમાં આપને એવા દ્રશ્યોના રાહ ધૈર્ય સાથે જોવી પડે છે જ્યાં શ્વાસ અટકી જાય છે. રણવીરને વારંવાર શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી.
સાઉથથી બોલીવુડ સુધી આ ફિલ્મોએ ખાલી કર્યા મેકર્સના ખિસ્સા, બજેટ સાંભળીને ઉડી જશે હોશ
એક વખત મળી જાય છે બહુ બધા સાપ
શોની શરૂઆતમાં એક રીંછ રણવીરની પાછળ પડે છે. આ દ્રશ્યોમાં એ ખબર નથી પડતી કે સ્ક્રિપ્ટનો જ ભાગ છે કે પછી અલગથી શૂટ કરવામાં આવ્યું છે કે પછી આ સાચા દ્રશ્યો છે. એ પણ ખબર નથી પડતી કે બેયર ગ્રીલ્સના શોમાં રણવીર એકલા જંગલમાં શું કરતા હતા. બેયર શોમાં એક કૂલ જોવા મળી રહ્યાં છે જ્યારે રણવીર અનેક તકલીફોનો સામનો કરી રહ્યાં હતા.
તે ફિલ્મી અંદાજમાં દીપિકા અંગે વાત કરતા હોય છે અથવા તો દર્શકોને એડ્વેન્ચર માટે પ્રેરિત કરે છે. તેમના વ્યક્તિત્વમાં કોઈ ફેરફાર જોવા નથી મળતાં. શોનું ટ્રેલર જોઈને આપને ખુબ થ્રીલીંગ લાગશે. પરંતુ હકીકતમાં શોમાં એવુ કઈજ નથી. શોમાં એક ઘટના એવી ઘટે છે જ્યાં પહાડોની વચ્ચેની ગુફામાંથી રણવીર અને બેયર મશાલ લઈને નીકળે છે અને રસ્તામાં બહુ બધા સાપ આવી જાય છે. રીંછ અને વરુમાં માત્રા નામના છે.
TMKOC: તારક મહેતા શોના ફેન્સ માટે ખુશખબરી, હવે આ એક્ટ્રેસ બનશે દયાબેન
કેવા શો રણવીરે કરવા જોઈએ?
હકીકતમાં આવા બહુદરીવાળા શો કરતાં રણવીર કોફી વીથ કરણ જેવામાં શો હસી મજાક કરતાં સારા લાગે છે. રણવીર આ શોમાં જણાવે છે કે તે 2012માં કેવી રીતે દીપિકાને મળ્યા. તે વખતે દીપિકાને જોઈને રણવીર તેમને બસ જોતા જ રહી ગયા હતા. અને 6 મહિનાની વાતો પછી તેઓએ નક્કી કર્યું કે આજ મારી જીવન સાથી છે. જો આ શોની સ્ક્રિપ્ટ વધુ સારી હોત તો દર્શકોને વધુ મજા આવત. ઓટીટી પર રણવીરનો ડેબ્યુ નિરાશાજનક છે. એક વાત એ છે કે શો ખુબ ઈન્ટરેક્ટિવ છે. આ શોમાં વારંવાર દર્શકોની સામે બે ઓપ્શન આવે છે. રણવીર કેવી રાતે પહાડ પાર કરે. રસ્સીથી બીજી તરફ જાય કે પછી નીચે ઉતરી. શું ખાય શું ના ખાય. તેવા ઓપ્શન્સ જોવા મળે છે પરંતુ તેનાથી અંતે કોઈ ફરક નથી પડતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે