Home> Entertainment
Advertisement
Prev
Next

Azaad Teaser: અજય દેવગનના ભાણેજ અને રવિના ટંડનની દીકરી રાશાની ફિલ્મનું ટીઝર OUT, જોઈ લો તમે પણ

Azaad Teaser: આ ફિલ્મ ખૂબ જ ખાસ છે કારણ કે આ ફિલ્મથી બે સ્ટારકીડ ડેબ્યૂ કરી રહ્યા છે. આ ફિલ્મથી રવીના ટંડનની દીકરી રાશા થડાની અને અજય દેવગનનો ભાણેજ અમન દેવગન બોલીવુડમાં એન્ટ્રી કરશે. આ ફિલ્મનું ટીઝર રિલીઝ કરી દેવામાં આવ્યું છે. 
 

Azaad Teaser: અજય દેવગનના ભાણેજ અને રવિના ટંડનની દીકરી રાશાની ફિલ્મનું ટીઝર OUT, જોઈ લો તમે પણ

Azaad Teaser: કેદારનાથ, આશિકી, કાઈ પો છે સહિતની ફિલ્મો બનાવનાર અભિષેક કપૂર વધુ એક નવી ફિલ્મ લાવી રહ્યા છે. આ ફિલ્મ તે અજય દેવગન સાથે બનાવી રહ્યા છે. જેનું નામ આઝાદ છે. આ ફિલ્મ ખૂબ જ ખાસ છે કારણ કે આ ફિલ્મથી બે સ્ટારકીડ ડેબ્યૂ કરી રહ્યા છે. આ ફિલ્મથી રવીના ટંડનની દીકરી રાશા થડાની અને અજય દેવગનનો ભાણેજ અમન દેવગન બોલીવુડમાં એન્ટ્રી કરશે. આ ફિલ્મનું ટીઝર રિલીઝ કરી દેવામાં આવ્યું છે. 

fallbacks

આ પણ વાંચો: Deepika Padukone: દીપિકા પાદુકોણે શેર કરી દીકરીની તસવીર, નામનો પણ કરી દીધો ખુલાસો

અભિષેક કપૂરની આ બિગ સ્ક્રીન એડવેન્ચર ફિલ્મમાં ન્યુ કમર સાથે અજય દેવગન પણ દમદાર ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મમાં રાશાથી લઈને અમન દેવગનનો અલગ જ લૂક જોવા મળશે. અભિષેક કપૂર આઝાદ ફિલ્મ થી અમન દેવગન અને રાસા થડાની ને ઇન્ટરોડ્યુસ કરવા જઈ રહ્યા છે. આ ટિઝરમાં અજય દેવગન એક યોદ્ધાની ભૂમિકામાં જોવા મળે છે. આ ફિલ્મમાં ડાયના પેન્ટી પણ જોવા મળશે. આ ટીઝરને જોઈને લાગે છે કે આઝાદ ફિલ્મ એક એક્શન, ડ્રામા અને રોમાંચથી ભરપૂર ફિલ્મ હશે. 

આ પણ વાંચો: Varun Dhawan: એકદમ ક્યુટ છે વરુણ ધવનની દીકરીનું નામ, 5 મહિના પછી કર્યું જાહેર

આ ફિલ્મના ટીઝરની શરૂઆત હલ્દી ઘાટીના યુદ્ધ થી થાય છે. એક તરફ મહારાણા પ્રતાપની સેના તો બીજી તરફ મુગલ બાદશાહ અકબરની સેના હોય છે. ફ્રીઝરમાં અમન દેવગન પણ યોદ્ધા તરીકે જોવા મળે છે. ફિલ્મમાં રાશા એન્ટ્રી પણ દેખાડવામાં આવી છે. આ ફિલ્મ જાન્યુઆરી 2025 માં રિલીઝ થવાની છે. 

આઝાદ ફિલ્મમાં અજય દેવગન, અમન દેવગન, રાસા થડાની સહિત મોહિત મલિક, પિયુષ મિશ્રા, ડાયના પેન્ટી પણ જોવા મળશે. આ ફિલ્મને રોની સ્ક્રૂ વાલાએ પ્રોડ્યુસ કરી છે. જેના કો પ્રોડ્યુસર અભિષેક કપૂર પણ છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More