Home> Entertainment
Advertisement
Prev
Next

Video: 'પુષ્પા'ની અભિનેત્રીનો આ વીડિયો વાયરલ થતાં જ લોકોનો ગુસ્સો ફાટ્યો. જાણો શું છે મામલો

અભિનેત્રી રશ્મિકા મંદાના(Rashmika Mandanna) હાલ ફિલ્મ 'પુષ્પા ધ: રાઈઝ' ના કારણે ખુબ ચર્ચામાં છે. આ ફિલ્મમાં રશ્મિકાએ અલ્લુ અર્જૂન (Allu Arjun) સાથે કામ કર્યું છે જેમાં બંનેની કેમિસ્ટ્રી લોકોને ખુબ ગમી છે. સોમવારે રશ્મિકા મુંબઈમાં જોવા મળી. જેનો એક વીડિયો હાલ ઈન્ટરનેટ પર આગની જેમ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં કઈંક એવું જોવા મળ્યું કે જેને જોયા પછી લોકોએ રશ્મિકાને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધુ છે. 

Video: 'પુષ્પા'ની અભિનેત્રીનો આ વીડિયો વાયરલ થતાં જ લોકોનો ગુસ્સો ફાટ્યો. જાણો શું છે મામલો

નવી દિલ્હી: અભિનેત્રી રશ્મિકા મંદાના(Rashmika Mandanna) હાલ ફિલ્મ 'પુષ્પા ધ: રાઈઝ' ના કારણે ખુબ ચર્ચામાં છે. આ ફિલ્મમાં રશ્મિકાએ અલ્લુ અર્જૂન (Allu Arjun) સાથે કામ કર્યું છે જેમાં બંનેની કેમિસ્ટ્રી લોકોને ખુબ ગમી છે. સોમવારે રશ્મિકા મુંબઈમાં જોવા મળી. જેનો એક વીડિયો હાલ ઈન્ટરનેટ પર આગની જેમ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં કઈંક એવું જોવા મળ્યું કે જેને જોયા પછી લોકોએ રશ્મિકાને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધુ છે. 

fallbacks

વીડિયો જોઈને ભડક્યા લોકો
વીડિયોમાં જોઈ શકાય છે કે રશ્મિકા એક રેસ્ટોરાની બહાર નીકળે છે તો કેટલાક બાળકો તેને ઘેરી લે છે. તેઓ રશ્મિકા પાસે પૈસા માંગે છે પરંતુ રશ્મિકા ધ્યાન આપતી નથી. તે પાપારાઝી સામે પોઝ આપીને પોતાની કારમાં બેસી જાય છે. ત્યારબાદ એક અન્ય બાળકી ત્યાં આવે છે જે રશ્મિકાને કહે છે, દીદી કઈક પૈસા આપો ભોજન કરવું છે. પરંતુ રશ્મિકા તેને પૈસા આપતી નથી અને ત્યાંથી રવાના થઈ જાય છે. જુઓ વીડિયો...

રશ્મિકાને ખુબ સંભળાવ્યું
કેટલાક લોકોને રશ્મિકાનું આ વર્તન જરાય ગમ્યું નથી. લોકો તેને ટ્રોલ કરવા લાગ્યા છે. લોકોનું કહેવું છે કે રશ્મિકાએ તે ગરીબ બાળકોને મદદ કરવી જોઈતી હતી. કઈક પૈસા આપી દીધા હોત તો તેનું શું બગડી ગયું હોત. વીડિયો પર કમેન્ટ કરતા એક યૂઝરે લખ્યું કે મૂડ ઓફ થઈ ગયો આ જોઈને. બીજાએ લખ્યું કે બાળકને કઈંક ખાવાનું આપી દીધુ હોત તો શું થઈ જાત. એક અન્ય યૂઝરે લખ્યું કે પૈસાની અમીર પરંતુ દિલના ગરીબ છે આ લોકો. કોઈએ કમેન્ટ કરી કે બાળકો માટે ખુબ ખરાબ લાગી રહ્યું છે. કમ સે કમ 100 રૂપિયા આપી દીધા હોત. આમ લોકો રશ્મિકાને ખુબ ખરીખોટી સંભળાવી રહ્યા છે. 

fallbacks

'પુષ્પા' ની અસલી પત્ની જોઈ છે? શ્રીવલ્લી પણ તેની સામે ભરે છે પાણી!

બોલીવુડમાં જલદી મચાવશે ધમાલ
 ફિલ્મ 'પુષ્પા ધ: રાઈઝ' માં (Pushppa) રશ્મિકાએ શ્રીવલ્લીની (Srivalli) ભૂમિકા  ભજવી છે. જેને લોકોએ ખુબ પસંદ કરી છે. મૂવીએ દક્ષિણ ભારતમાં જ નહીં પરંતુ ઉત્તર ભારતમાં પણ ખુબ કમાણી કરી છે. બહુ જલદી આ ફિલ્મની સિક્વલ આવશે.  ફિલ્મ 'પુષ્પા ધ: રાઈઝ' બાદ રશ્મિકા મંદાનાની લોકપ્રિયતા જોતા અનેક બોલીવુડ મેકર્સે તેને પોતાની ફિલ્મ માટે ઓફર્સ આપી છે. તે સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે ફિલ્મ 'મિશન મજનૂ' માં જોવા મળશે. જેનું દિગ્દર્શન શાંતનુ બાગચી કરી રહ્યા છે. કહેવાય છે કે રશ્મિકા ગુડબાય ફિલ્મનો પણ ભાગ છે જેમાં તે અમિતાભ બચ્ચન સાથે જોવા મળશે. 

'રામાયણ' ની સીતાએ બાલ્કનીમાં આપ્યો એવો પોઝ, તસવીર જોઈને યુઝરે કહ્યું- 'તમારી હિંમત કેવી રીતે થઈ...'

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More