Home> Entertainment
Advertisement
Prev
Next

ઝાયરા વસીમની પોસ્ટ વાંચીને બરાબર ભડકી રવીના ટંડન, કહી દીધું કે...

બોલિવૂડમાં દંગલ ગર્લના નામે પ્રખ્યાત ઝાયરા વસીમની એક જાહેરાતથી બોલિવૂડમાં સન્નાટો પ્રસરી ગયો છે. થોડીવાર પહેલા સોશિયલ મીડિયા પર ઝાયરાએ બોલિવૂડ છોડી દેવાની જાણકારી આપી છે.

ઝાયરા વસીમની પોસ્ટ વાંચીને બરાબર ભડકી રવીના ટંડન, કહી દીધું કે...

મુંબઈ : બોલિવૂડમાં દંગલ ગર્લના નામે પ્રખ્યાત ઝાયરા વસીમની એક જાહેરાતથી બોલિવૂડમાં સન્નાટો પ્રસરી ગયો છે. થોડીવાર પહેલા સોશિયલ મીડિયા પર ઝાયરાએ બોલિવૂડ છોડી દેવાની જાણકારી આપી છે. તેની આ જાહેરાત પછી બોલિવૂડના અનેક લોકો તેની આકરી ટીકા કરી રહ્યા છે. બોલિવૂડની લોકપ્રિય એક્ટ્રેસ રવીના ટંડને પોતાના ટ્વિટર એકાઉન્ટ પરથી લખ્યું છે કે માત્ર બે ફિલ્મ જુનો કોઈ કલાકાર તેને અઢળક પ્રગતિ આપનાર બોલિવૂડથી ખુશ નથી તો એ વાતથી કોઈ ફર્ક નથી પડતો. તેણે પુરતા સન્માન સાથે અહીંથી નીકળી જવું જોઈએ અને પોતાના દૃષ્ટિકોણને પોતાના સુધી જ સિમિત રાખવો જોઈએ. 

fallbacks

fallbacks

ઝાયરાએ રવિવારે સવારે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટથી બોલિવૂડને અલવિદા કરી દેવાનો ખુલાસો કર્યો છે. ઝાયરાની લાંબી નોટથી સ્પષ્ટ થઈ રહ્યું છે કે તેણે ધાર્મિક માન્યતાઓને પગલે આ નિર્ણય લીધો છે. ઝાયરાએ એક પોસ્ટ શેર કરતા લખ્યુ છે કે 5 વર્ષ પહેલા મેં જે નિર્ણય લીધો હતો, તેણે મારી જિંદગી બદલી નાખી. મેં બોલિવૂડ પ્રવેશ કર્યો. મારી આ મુસાફરી ખુબ થકાવી નાખનારી રહી. આ પાંચ વર્ષોમાં હું મારા અંતરાત્મા સાથે લડતી રહી. નાની અમથી જિંદગીમાં આટલી લાંબી લડાઈ હું કરી શકું નહી આથી હું આ ફિલ્ડ સાથે મારો સંબંધ તોડી રહી છું. મેં ખુબ સમજી વિચારીને આ નિર્ણય લીધો છે. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Zaira Wasim (@zairawasim_) on

2017માં ઝાયરા વસીમે સિક્રેટ સુપરસ્ટારમાં પણ આમિર ખાન સાથે કામ કર્યું હતું. આ  ફિલ્મ માટે ઝાયરાને ફિલ્મફેરનો બેસ્ટ એક્ટ્રેસ ક્રિટિકનો એવોર્ડ મળ્યો હતો. નાની ઉંમરમાં જ ઝાયરાને અનેક એવોર્ડ મળ્યાં હતાં. વર્કફ્રન્ટની વાત કરીએ તો ઝાયરા બહુ જલદી 'સ્કાય ઈઝ પિંક'માં જોવા મળશે. આ  ફિલ્મમાં તે પ્રિયંકા ચોપરાની પુત્રીની ભૂમિકા ભજવી રહી છે. ફિલ્મમાં ફરહાન અખ્તર મુખ્ય ભૂમિકામાં છે. 

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More