Home> Entertainment
Advertisement
Prev
Next

બોલીવુડમાં ડ્રગ્સની તપાસ પર ખુલીને બોલી રવીના ટંડન કહ્યું- 'સફાઇનો યોગ્ય સમય'

મંગળવારે રવિનાએ ટ્વિટર પર ગુનેગારો માટે સજાની માંગ કરી છે. અભિનેત્રીએ ટ્વીટ કરીને લખ્યું કે 'સફાઇનો સમય આવી ગયો છે. આ પગલાંનું સ્વાગત કરું છું. તેનાથી આપણી આગામી પેઢીને મદદ મળશે.

બોલીવુડમાં ડ્રગ્સની તપાસ પર ખુલીને બોલી રવીના ટંડન કહ્યું- 'સફાઇનો યોગ્ય સમય'

મુંબઇ: બોલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ના મોતના મામલે સંબંધિ ડ્ર્ગ્સ એંગલ પર નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)એ પોતાની તપાસનો ઘેરાવો આગળ વધારી દીધો છે, જેથી અભિનેત્રી રવીના ટંડન (Raveena Tandon) ખૂબ ખુશ છે. 

fallbacks

મંગળવારે રવિનાએ ટ્વિટર પર ગુનેગારો માટે સજાની માંગ કરી છે. અભિનેત્રીએ ટ્વીટ કરીને લખ્યું કે 'સફાઇનો સમય આવી ગયો છે. આ પગલાંનું સ્વાગત કરું છું. તેનાથી આપણી આગામી પેઢીને મદદ મળશે. શરૂઆત અહીં જ કરો, ધીમે-ધીમે તમામ સેક્ટર્સ તરફ આગળ વધો. તેને જડમૂળથી ઉઘાડી ફેંકો. આ તેનો ઉપયોગ કરનારા, ડીલર્સ/સપ્લાયર્સ તમા દોષીઓને સજા આપો. તે મોટા લોકોને પાઠ ભણાવો. જે આંખ બંધ કરીને લોકોને બરબાદ કરી રહ્યા છે. 

સોશિયલ મીડિયા પર લોકો રવિનાના આ નિવેદનની ખુલીને પ્રશંસા કરી રહા છે. એક યૂઝરે લખ્યું કે 'તમને સામે આવીને એમ કહેતા જોઇ કે હવે સફાઇનો સમય આવી ગયો છે, ઘણુ સારું લાગી રહ્યું છે. એક અન્ય યુવકે લખ્યું કે કુડોસ મેમ. હાં યુવાનો માટે આ તપાસ જરૂરી છે.'

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More