Home> Entertainment
Advertisement
Prev
Next

પ્રિયંકા ચોપડાના ભાઈના લગ્ન છેલ્લી ઘડીએ કેન્સલ, ઢાંકપિછોડો કરવા છતાં સામે આવી જ ગયું કારણ

આ વર્ષે 27 ફેબ્રુઆરીના રોજ પ્રિયંકા ચોપરાના ભાઈ સિદ્ધાર્થ ચોપરા અને ઈશિતા કુમારની સગાઈ થઈ હતી અને બંને ગણતરીના દિવસોમાં લગ્ન કરવાના હતા. 

પ્રિયંકા ચોપડાના ભાઈના લગ્ન છેલ્લી ઘડીએ કેન્સલ, ઢાંકપિછોડો કરવા છતાં સામે આવી જ ગયું કારણ

મુંબઈ : આ વર્ષે 27 ફેબ્રુઆરીના રોજ પ્રિયંકા ચોપરાના ભાઈ સિદ્ધાર્થ ચોપરા અને ઈશિતા કુમારની સગાઈ થઈ હતી અને બંને ગણતરીના દિવસોમાં લગ્ન કરવાના હતા. તાજેતરમાં સમાચાર આવ્યા હતા કે આ લગ્ન છેલ્લી ઘડીએ રદ થઈ ગયા છે. રિપોર્ટ પ્રમાણે ઈશિતા અને સિદ્ધાર્થ વચ્ચે ઉગ્ર મતભેદો ઊભા થયા છે. ઈશિતાએ સૌથી પહેલા પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પરથી સગાઈની તસવીરો ડિલીટ કરી નાખી છે તો પ્રિયંકા અને સિદ્ધાર્થે પણ ઈશિતાને ઈન્સ્ટાગ્રામ પર અનફોલો કરી છે. આમ, અત્યાર સુધી આ લગ્ન કેન્સલ થવાના કારણોનો ઢાંકપિછોડો કરવામાં આવ્યો હતો પણ હવે સાચું કારણ સામે આવ્યું છે.

fallbacks

પહેલાં સમાચાર આવ્યા હતા કે ઈશિતા અને સિદ્ધાર્થ એપ્રિલના અંતમાં લગ્ન કરશે. આ પછી ઈશિતાની ઈમરજન્સી સર્જરી થઈ અને આ કારણે લગ્ન મોકૂફ રખાયા. હવે બીજીવાર આ લગ્ન કેન્સલ થયા છે. જોકે, ઈશિતાએ અચાનક પોતાનું ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ અને સિદ્ધાર્થ સાથેની તસવીરો ડિલીટ કરી દેતાં વિવિધ અટકળો શરૂ થઈ છે. જો કે આગામી સમયમાં જ ખબર પડશે કે ઈશિતા અને સિદ્ધાર્થના લગ્ન થશે કે નહિ તેમજ લગ્ન મોકૂફ રાખવાનું સાચું કારણ શું હતું. 

પ્રિયંકાના ભાઈ સિદ્ધાર્થ ચોપડાએ હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રીમાં કરિયર બનાવી છે. તેણે સ્વિટ્ઝરલેન્ડમાં શેફની ટ્રેનિંગ લીધી હતી.  2014માં  તે તેની ગર્લફ્રેન્ડ કનિકા માથુર સાથે લગ્ન કરવાનો હતો પણ એ કેન્સલ થઈ ગયા હતા. આખરે હવે તેણે ઇશિતા કુમાર સાથે રોકા સેરિમની કરી લીધી હતી. 

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More