Home> Entertainment
Advertisement
Prev
Next

સાત વર્ષ પછી શું કામ રાકેશ અને રિદ્ધિ થયા અલગ? કારણ રહીરહીને આવ્યું છે સામે

તાજેતરમાં સમાચાર આવ્યા હતા કે ટીવીસ્ટાર્સ રિદ્ધિ ડોગરા અને રાકેશ બાપટના ડિવોર્સ લઈ રહ્યા છે

સાત વર્ષ પછી શું કામ રાકેશ અને રિદ્ધિ થયા અલગ? કારણ રહીરહીને આવ્યું છે સામે

મુંબઈ : તાજેતરમાં સમાચાર આવ્યા હતા કે ટીવીસ્ટાર્સ રિદ્ધિ ડોગરા અને રાકેશ બાપટના ડિવોર્સ લઈ રહ્યા છે. સ્પોટબોયના રિપોર્ટ પ્રમાણે આ બંનેના લગ્નજીવનમાં કડવાશ વ્યાપી ગઈ છે અને બંને બહુ જલ્દી ડિવોર્સ લઈ લેવા માગે છે. રિદ્ધિ અને રાકેશના મતભેદ એટલા વધી ગયા છે કે તેઓ એક દિવસ માટે પણ સાથે નથી રહેવા માગતા. મળતી જાણકારી પ્રમાણે રિદ્ધિ છેલ્લા કેટલાક સમયથી પતિ રાકેશ સાથે નથી રહેતી. બંનેએ ભારે અણબનાવને કારણે ડિવોર્સ લેવાનો નિર્ણય લઈ લીધો છે. 

fallbacks

ગઈ કાલે આ સમાચારની પુષ્ટિ કરવા માટે રાકેશ બાપટને અનેક કોલ અને વોટ્સએપ મેસેજ કરવામાં આવ્યા પણ તેમણે કોઈ જવાબ નહોતો આપ્યો. જોકે આખરે રિદ્ધિ અને રાકેશે સંયુક્ત નિવેદન જાહેર કરીને તેમના સંબંધોની હકીકત જણાવી છે. તેમણે લખ્યું છે કે ''હાં, અમે અલગ રહીએ છીએ. અમે આ નિર્ણય આંતરિક સન્માન તેમજ એકબીજાની અને અમારા પરિવારની ચિંતા કરીને લીધો છે. અમે બે સારા મિત્રો છીએ જે હવે કપલ નથી. અમારી મિત્રતા પહેલા જેવી જ રહેશે. અમારા સંબંધો વિશે કોઈ અફવાઓ ન ઉડે એનાથી તો અમને ખુશી થશે. અમને જેણે પ્રેમ આપ્યો એ તમામ લોકોનો ધન્યવાદ.''

ટાઇમ્સ ઓફ ઇન્ડિયા સાથેની વાતચીતમાં રાકેશે કહ્યું છે કે મેં અને સિદ્ધિએ અલગ થઈ જવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય પાછળ કોઈ ખાસ કારણ નથી પણ ક્યારેક ધાર્યા પરિણામ નથી મળતા. અમે આજે પણ એકબીજાને પ્રેમ કરીએ છીએ પણ આ પ્રેમની પરિભાષા બદલાઈ ગઈ છે. 

શ્રીદેવીની પહેલી વરસી વખતે પરિવારે કરી છે ખાસ તૈયારી, વિગતો જાણવા કરો ક્લિક...

રિદ્ધિ અને રાકેશ ટેલિવિઝનની દુનિયાનું જાણીતું નામ છે. રાકેશે પોતાની કરિયરની શરૂઆત 2001માં આવેલી ફિલ્મ તુમ બિનથી કરી હતી. આ એક સફળ ફિલ્મ હતી. આ પછી રાકેશ કુબુલ હૈં, મર્યાદા અને હમારી બહુ રજનીકાંતમાં જોવા મળ્યો હતો. રિદ્ધિ પણ વો અપના સા, મર્યાદા અને લાગી તુઝસે લગન જેવા શોમાં દમદાર રોલ કરી ચૂકી છે. 

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More