વિતેલા જમાનાની અભિનેત્રી રેખા પોતાની સુંદરતાના કારણે જ નહીં પરંતુ પોતાના બોલ્ડ નિવેદનોના કારણે પણ હંમેશા ચર્ચામાં રહી છે. પર્સનલ લાઈફ હોય કે પ્રોફેશનલ લાઈફ જે પણ કહ્યું તે નિવેદન ચર્ચામાં રહ્યું. રેખા અને અમિતાભ બચ્ચનના અફેરની વાતો તો જગજાહેર છે. પરંતુ બહુ ઓછા લોકોને ખબર હશે કે તેણે પોતાના બીજા લગ્ન વિશે શું કહ્યું હતું.
મુકેશ અગ્રવાલ સાથે થયા હતા લગ્ન
1990માં રેખાએ દિલ્હીના બિઝનેસમેન મુકેશ અગ્રવાલ સાથે લગ્ન કર્યા હતા. પરંતુ સાત જ મહિનામાં પતિએ આત્મહત્યા કરી લીધી. આ માટે રેખાને જવાબદાર ઠેરવવામાં આવી હતી. પરંતુ ત્યારબાદ રેખાએ ફરીથી લગ્ન કર્યા નહીં અને એકલા જ જીવન જીવવાનો નિર્ણય લીધો.
કોઈ મહિલા સાથે કરવા હતા લગ્ન?
2004માં સિમી ગરેવાલ શો Rendezvous with Simi Garewalમાં રેખાને બીજા લગ્ન વિશે પૂછવામાં આવ્યું કે શું તે ફરીથી લગ્ન કરશે? તેના પર રેખાએ જવાબ આપ્યો કે તમારો અર્થ કોઈ પુરુષ સાથે છે? સિમીએ હસતાં હસતાં કહ્યું કે, સ્પષ્ટ છે, કોઈ મહિલા સાથે નહીં. રેખાએ ફટાક દઈને કહ્યું કે કેમ નહીં?
રેખાનું આ નિવેદન ત્યારે ખુબ ચર્ચામાં આવ્યું હતું. લોકોએ તેનો અર્થ એ કાઢ્યો કે તેને કોઈ મહિલા સાથે લગ્ન કરવામાં પણ કોઈ વાંધો નથી. રેખાએ વધુમાં જણાવ્યું હતું કે તેના મનમાં તે પહેલેથી જ પોતાની સાથે, પોતાના વ્યવસાય સાથે, પોતાના સ્વજનો સાથે 'પરિણીત' છે.
અભિનેત્રીએ એમ પણ કહ્યું કે કોઈ મહિલાની સુરક્ષાને પુરુષ સાથે કોઈ લેવાદેવા નથી. આ સંપૂર્ણ રીતે એ મહિલા પર નિર્ભર કરે છે કે તે પોતાનામાં જ કેટલી સુરક્ષિત મહેસૂસ કરે છે.
હું વાસના ભરેલી છું
સિમી ગરેવાલને આપેલા ઈન્ટરવ્યુમાં રેખાએ પોતાની પર્સનલ લાઈફ સંબંધિત અનેક ખુલાસા કર્યા હતા. રેખાએ સ્વીકાર્યું હતું કે જ્યારે તે ડિપ્રેસ રહેતી, પરેશાન થતી હતી ત્યારે તે દારૂ પીતી હતી. ઈન્ટરવ્યુ મુજબ અભિનેત્રી રેખાએ કહ્યું હતું કે હું અશુદ્ધ મહિલા છું, હું વાસનાથી ભરેલી છું. જો મને પૂછો તો હું કહીશ કે મારા જીવન સાથે. હાં મને મારા જીવનથી ખુબ પ્રેમ છે.
અત્રે જણાવવાનું કે જ્યારે રેખાને તેના હનીમૂન પર ખબર પડી કે તેનો પતિ મુકેશ અગ્રવાલ ડિપ્રેશનનો દર્દી છે ત્યારે લગ્નના 6 મહિના બાદ તેણે ડિવોર્સ લઈ લીધા હતા. 2 ઓક્ટોબર 1990ના રોજ જ્યારે રેખા એક સ્ટેજ શો માટે અમેરિકા ગઈ હતી ત્યારે મુકેશ અગ્રવાલે પોતાના ફાર્મહાઉસ પર રેખાના દુપટ્ટાથી ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. મુકેશે પોતાની સ્યૂસાઈડ નોટમાં મોત માટે કોઈને પણ જવાબદાર ઠેરવ્યા ન હતા. પરંતુ આમ છતાં રેખાને પતિના મોત માટે દોષિત ગણવામાં આવી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે