Home> Entertainment
Advertisement
Prev
Next

રેખા જ્યારે પહેલીવાર સાસરે ગઈ તો સાસુએ મારવા માટે હાથમાં લઈ લીધું ચપ્પલ અને પછી....

Rekha and Vinod Mehra Marriage: આજે પણ જ્યારે રેખા કોઈ ફંક્શનમાં જોવા મળે છે તો તેની સુંદરતા ઉડીને આંખે વળગે તેવી હોય છે. જોકે રેખા તેની ફિલ્મોની સાથે પર્સનલ લાઈફને લઈને પણ ઘણી વખત ચર્ચામાં રહી છે. ખાસ કરીને 80 અને 90 ના દાયકામાં તેનું નામ ઘણા બધા અભિનેતા સાથે જોડાયું હતું.

રેખા જ્યારે પહેલીવાર સાસરે ગઈ તો સાસુએ મારવા માટે હાથમાં લઈ લીધું ચપ્પલ અને પછી....

Rekha and Vinod Mehra Marriage: બોલીવુડની સુંદર અદાકારા રેખાએ તેના સમયમાં પોતાના અભિનય અને સુંદરતાથી લાખો લોકોને પોતાના દિવાના બનાવ્યા હતા. આજે પણ જ્યારે રેખા કોઈ ફંક્શનમાં જોવા મળે છે તો તેની સુંદરતા ઉડીને આંખે વળગે તેવી હોય છે. જોકે રેખા તેની ફિલ્મોની સાથે પર્સનલ લાઈફને લઈને પણ ઘણી વખત ચર્ચામાં રહી છે. ખાસ કરીને 80 અને 90 ના દાયકામાં તેનું નામ ઘણા બધા અભિનેતા સાથે જોડાયું હતું. તેમાંથી એક વિનોદ મહેરા પણ હતા. રેખા અને વિનોદ મહેરાયે ગુપ્ત રીતે લગ્ન પણ કરી લીધા હતા. આ લગ્નને લઈને ઘણી બધી ચર્ચાઓ આજે પણ બોલીવુડમાં થાય છે. 

fallbacks

આ પણ વાંચો:

પ્રિયંકા ચોપડાએ દીકરી માલતી સાથે કરી સિદ્ધિવિનાયકની પૂજા, શેર કરી તસવીરો

'રામાયણ'ના રાવણે Hema Malini ને જડી દીધી હતી 20 થપ્પડ, જાણો શું હતું કારણ

હનુમાન જયંતી પર આદિપુરુષ ફિલ્મનું નવું પોસ્ટર રિલીઝ, બજરંગ બલીનો લુક આવ્યો સામે
 

એક આવી જ ઘટના છે જેના વિશે આજ સુધી ખૂબ ઓછા લોકો જાણે છે. આ ઘટના ત્યારે બની હતી જ્યારે રેખા વિનોદ મહેરા સાથે લગ્ન કરી તેના ઘરે પહોંચી હતી. વિનોદ મહેરા એ રેખા સાથે લગ્ન કર્યા અને ત્યાર પછી પહેલી વખત તેને પોતાના સાસરે લઈ ગયો હતો. જ્યારે વિનોદ મહેરાની માતાએ રેખાને પોતાના દીકરા સાથે જોઈતો તેને ખૂબ જ ગુસ્સો આવ્યો અને રેખાને મારવા માટે તેણે ચપ્પલ પણ હાથમાં લઈ લીધું હતું. વિનોદ મહેરાની માતા રેખાને બિલકુલ પસંદ ન કરતી. આ ઘટનાનો ઉલ્લેખ યાસિર ઉસ્માને તેના પુસ્તક રેખા.. અન અનટોલ્ટ સ્ટોરીમાં પણ કર્યો છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર રેખાએ એક ઇન્ટરવ્યુમાં પણ વિનોદ મહેરા અને તેની માતા સાથેના સંબંધોની વાત કરી હતી. રેખાએ જણાવ્યું હતું કે વિનોદની માતા અને તેના વિચારો મળતા ન હતા. તેની માતા તેને એક બદનામ અભિનેત્રી માનતી હતી. પરંતુ તેમ છતાં લગ્ન પછી વિનોદ માટે તેણે તેની સાસુને સહન કર્યા. પરંતુ જ્યારે તેની સહનશક્તિ પૂરી થઈ ગઈ તો તેણે વિનોદ સામે બે ઓપ્શન રાખ્યા. ત્યારે વિનોદ મહેરા એ પોતાની માતાની સાથે રહેવાનું પસંદ કર્યું અને રેખા અને વિનોદ મહેરા અલગ થઈ ગયા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More