Rekha on Love: 70 વર્ષની રેખાનો ચાર્મ આજે પણ એવો જ છે. જ્યારે તે કોઈપણ એવોર્ડ ફંક્શન કે ઈવેન્ટમાં જાય છે ત્યારે તે એક જ ક્ષણમાં તમામ લાઈમલાઈટ આવી જાય છે. રેખાનું અંગત જીવન દરેક માટે ખુલ્લી કિતાબ જેવું છે, પરંતુ ક્યારેક તે પ્રેમમાં કંઈક એવું કહે છે કે, તેનું નિવેદન તેની એકલતાની પીડાને વ્યક્ત કરે છે. હાલમાં જ એક ફિલ્મના ટ્રેલર લોન્ચ પ્રસંગે અભિનેત્રીએ પ્રેમ વિશે કંઈક એવું કહ્યું કે, તેનું નિવેદન લોકોનું ધ્યાન ખેંચી રહ્યું છે.
ડિફરન્ટ લુકમાં થઈ સ્પોટ
રેખાને જોઈને ઘણી વાર લાગે છે કે ઉંમર માત્ર એક આંકડો છે. 70 વર્ષની રેખા તાજેતરમાં જ ફિલ્મ 'પિન્ટુ કી પપ્પી'ના ટ્રેલરમાં તેની કિલર સ્ટાઈલમાં આવી હતી. રેખાએ કાંજીવરમ સાડીને બદલે સ્ટાઇલિશ લુકમાં જોવા મળી હતી. જેમાં તેની અલગ-અલગ સ્ટાઈલ ફેન્સને ખૂબ જ પસંદ આવી હતી અને વીડિયો ખૂબ જ વાયરલ થયો હતો. અભિનેત્રીએ વાળ બાંધ્યા બાદ સફેદ બ્લેઝર અને માથા પર ટોપી પહેરી હતી. આ ઉપરાંત તેના ચહેરા પરના ગોગલ્સ તેના લુકમાં વધારો કરી રહ્યા હતા.
Holi 2025: આ 4 બીમારી હોય તેણે ભાંગવાળી ઠંડાઈનો એક ઘુંટડો પણ પીવો નહીં
શાયરીમાં કહીં પ્રેમની વાત
આ પ્રસંગે રેખા સ્ટેજ પર આવતા જ રોનક વધુ વધી ગઈ હતી. રેખાએ કહ્યું કે, 'એટલું જ કહીશ કે જે ઈચ્છો છો તે કહેતા રહો. ચૂપ રહેવાની શરમ કોણ જાણે? આ રાજ-એ-મોહબ્બત છે. પ્યારે. તુમ રાજ-એ-મોહબ્બક કયા જાનો? આ મારો ખૂબ જ જૂનો એક શેર છે. જે મને આવડે છે. એમ તો મેં જિંદગીમાં એક જ શેર લખ્યો છે કહી દઉં? જો કોઈને પ્રેમ કરો છો, તો એટલો પ્રેમ કરો કે તમને બીજી કોઈ વસ્તુની ઈચ્છા ન રહે.'
મસૂરીની જે હોટલમાં થઈ રહ્યા છે પંતની બહેનના લગ્ન, અંદરનો નજારો જોઈ આંખો થઈ જશે પહોંળી!
રેખાનું નિવેદન થયું વાયરલ
રેખાએ સિમી ગરેવાલના શોમાં વર્ષો પહેલા ખુલ્લેઆમ તો નહીં પરંતુ વાત વાતમાં આ જરૂર કહી દીધું હતું કે, તે અમિતાભ બચ્ચનને પસંદ કરે છે. રેખા અને અમિતાભ બચ્ચનની ફિલ્મ 'સિલસિલા' ખૂબ જ હિટ રહી હતી. તે 1981માં રિલીઝ થઈ હતી, જેમાં પહેલી વખત જયા બચ્ચન, અમિતાભ બચ્ચન અને રેખાએ સ્ક્રીન શેર કરી હતી. એવું કહેવાય છે કે, આ ફિલ્મ લવ ટ્રાયેન્ગલ પર આધારિત છે જે રિયલ હતી. પરંતુ આ વાત ક્યારેય કોઈએ સ્વીકારી નથી. ત્યાં સુધી કે, આ ફિલ્મનું 'રંગ બરસે' ગીત આજે પણ હોળી પર ખૂબ જ સાંભળે છે અને જોરશોરથી ડાન્સ કરે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે