Home> Entertainment
Advertisement
Prev
Next

પ્રિયંકા અને નિકનું 'આ' રીતે શરૂ થયું હતું અફેર, અંગત સિક્રેટ થઈ ગયું જાહેર

પ્રિયંકા ચોપરા જલ્દી જ નિક જોનસ સાથે લગ્નના બંધનમાં બંધાવા જઈ રહી છે

પ્રિયંકા અને નિકનું 'આ' રીતે શરૂ થયું હતું અફેર, અંગત સિક્રેટ થઈ ગયું જાહેર

મુંબઈ : પ્રિયંકા ચોપરા જલ્દી જ નિક જોનસ સાથે લગ્નના બંધનમાં બંધાવા જઈ રહી છે. એક ઈવેન્ટમાં પ્રિયંકાએ પોતાના અને નિક જોનસની લવ સ્ટોરી વિશે જણાવ્યું. તેણે કહ્યું કે, નિકે જ આ લવ સ્ટોરી માટે પહેલું ડગલું ભર્યું હતું. પ્રિયંકાએ કહ્યું, તેણે મને મેસેજ કર્યો હતો. તેણે લખ્યું, મને લાગે છે કે આપણે કનેક્ટ થવું જોઈએ. આ રીતે અમારી વાતચીત આગળ વધી.

fallbacks

અનુપમ ખેરનું FTIIના અધ્યક્ષ પદ પરથી રાજીનામું, સરકારે કર્યું મંજૂર

મીડિયા રિપોર્ટ પ્રમાણે પ્રિયંકા અને નિક ડિસેમ્બરે મહિનામાં સાત ફેરાના બંધનમાં બંધાશે.  ચર્ચા પ્રમાણે તે 2 ડિસેમ્બરના દિવસે જોધપુરમાં લગ્ન કરવાનું પ્લાનિંગ કરી રહી છે. પ્રિયંકાનો ફિયાન્સે નિક અમેરિકન સિંગર છે અને તેનાથી 11 વર્ષ નાનો છે.  તાજેતરમાં જ પ્રિયંકાએ અમેરિકાના ન્યૂયોર્કમાં બ્રાઈડલ શાવરનું આયોજન કર્યું હતું. જેમાં તેના મિત્રો અને પરિવારજનોએ ખાસ હાજરી આપી હતી. આ ખાસ પ્રસંગે બોલિવૂડમાંથી અભિનેત્રી નીતુ કપૂર અને સોનાલી બેન્દ્રે હાજર હતા. જાણકારી પ્રમાણે પ્રિયંકા માટે નિક જોનસે લોસ એન્જેલસમાં એક ઘર ખરીદી લીધું છે. આ ઘરની કિંમત લગભગ 47.50 કરોડ રૂપિયા કહેવાઈ રહી છે. 

હેપ્પી બર્થ-ડે એશ્વર્યા: એશે અભિષેકને કર્યુ હતું લગ્ન માટે પ્રપોઝ, વાંચો કેટલાક રસપ્રદ કિસ્સા

ડીએનએમાં છપાયેલા રિપોર્ટ પ્રમાણે પ્રિયંકાની માતા મધુ ચોપડા પોતાની દીકરીના લગ્ન ટ્રેડિશનલ સ્ટાઇલથી કરવા માગે છે જેના પગલે મહેંદી તેમજ સંગીત સેરિમની અનુક્રમે 30 નવેમ્બર અને 1 ડિસેમ્બરે રાખવામાં આવશે. મળતી માહિતી પ્રમાણે પ્રિયંકા તેમજ નિક પોતાના મિત્રો અને પરિવારજનો સાથે ભારત આવશે. તેઓ ત્રણ અલગ-અલગ ફંક્શન માટે જોધપુરના બે વેન્યુને પહેલાં ફાઇનલ કરી ચૂક્યા છે. 

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More