Home> Entertainment
Advertisement
Prev
Next

આલિયા અને રણબીર વચ્ચે લડાઈ ? હાલ પૂરતો પડતો મૂક્યો લગ્નનો પ્લાન ?

બોલિવૂડ સ્ટાર આલિયા ભટ્ટ અને રણબીર કપૂર વચ્ચે ભરપુર રોમેન્સ ચાલી રહ્યો હોવાના સમાચારોની શાહી હજી સુકાઈ નથી

આલિયા અને રણબીર વચ્ચે લડાઈ ? હાલ પૂરતો પડતો મૂક્યો લગ્નનો પ્લાન ?

મુંબઈ : બોલિવૂડ સ્ટાર આલિયા ભટ્ટ અને રણબીર કપૂર વચ્ચે ભરપુર રોમેન્સ ચાલી રહ્યો હોવાના સમાચારોની શાહી હજી સુકાઈ નથી ત્યાં તેમના સંબંધોમાં સમસ્યા હોવાના સમાચાર આવવા લાગ્યા છે. આલિયાએ હાલમાં જ કહ્યું છે કે લોકોએ તેનાં લગ્ન માટે રાહ જોવી પડશે અને બીજી બાજુ તેમની વચ્ચે મતભેદની વાતે જોર પકડ્યું છે. હાલમાં ઇન્ટરનેટ પર ‘બ્રહ્માસ્ત્ર’ના સેટ પરનો એક ફોટો વાઇરલ થયો છે. આ ફોટોમાં આલિયા ગુસ્સામાં દેખાય છે જ્યારે રણબીર તેના મોબાઇલમાં વ્યસ્ત છે. જોકે તેમની વચ્ચે ખરેખર મતભેદ છે કે પછી શું એ તો સમય જ બતાવશે.

fallbacks

પ્રિયંકાએ મિસિસ નિક જોનાસ બનવા માટે પસંદ કર્યું જોધપુર કારણ કે...

હાલમાં પોતાના લગ્ન વિશે વાત કરતા આલિયાએ કહ્યું છે કે ‘લોકો મારાં લગ્ન વિશે વિચારતા હોય તો તેમણે હજી રાહ જોવી પડશે. મારા મતે ક્લાઇમેક્સ સારો હોવી જોઈએ અને સાથે જ હેપી એન્ડિંગ પણ હોવો જોઈએ.’

મુકેશ અંબાણીની દીકરી ઇશાના સંગીતમાં નાચશે કરોડો કમાતી 'આ' અભિનેત્રી

રણબીર અને આલિયા આજકાલ એકબીજાની ખૂબ જ નજીક જોવા મળી રહ્યા છે. હવે એવું જાણવા મળ્યું છે કે તેઓ સાથે જ એક હોટલના રૂમમાં પહોંચ્યા હતા. રણબીર કપૂર અને આલિયા ભટ્ટ શનિવારે રાત્રે મુંબઈની એક ફાઈવ સ્ટાર હોટલમાં સાથે હતા, જ્યાં તેમણે એકબીજાની સાથે એક રૂમમાં સમય પસાર કર્યો. છેલ્લાં કેટલાંક દિવસોથી રણબીર અને આલિયાની વચ્ચે અફેર ચાલી રહ્યું હોવાના સમાચાર જાણવા મળી રહ્યા છે. તેઓ ઘણી વખત પાર્ટીમાં એકસાથે જોવા મળ્યા. હાલમાં જ આલિયા ન્યૂયોર્ક રણબીર કપૂરના પિતા ઋષિ કપૂરને મળવા પહોંચી હતી કે જ્યાં તેમની મેડિકલ ટ્રીટમેન્ટ ચાલી રહી છે.

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More