મુંબઈ : બોલિવૂડના પ્રેમીઓ રણબીર કપૂર તેમજ આલિયા ભટ્ટ પોતાની રિલેશનશીપને કારણે ચર્ચામાં છે. હાલમાં ન્યૂ યોર્કમાં રણબીર અને આલિયા સાથે સમય પસાર કરી રહ્યા હોય એવી તસવીર સામે આવી છે. આ તસવીરમાં બંને એકબીજા સાથે ક્વોલિટી ટાઇમ પસાર કરતા જોવા મળ્યા છે. ન્યૂ યોર્કની ભારે ઠંડીમાં આ કપલને એકબીજાની હુંફ છે. આ તસવીરમાં આલિયા બ્લુ જિન્સ અને બ્લેક ઓવરકોટમાં તેમજ રણબીર કેઝ્યુઅલ લુકમાં જોવા મળી રહ્યા છે. ન્યૂ યોર્કમાં રણબીર સિવાય રિશી કપૂર અને નીતુ કપૂર પણ હાજર છે અને રિશીની સારવાર ચાલી રહી છે. સમગ્ર પરિવારે ન્યૂ યોર્કમાં એકસાથે નવા વર્ષનું સેલિબ્રેશન કર્યું હતું.
હિના ખાનનું મોટું એલાન, 'આ' સ્ટાર એક્ટર સાથે મળી ફિલ્મ
રણબીર કપૂર અને આલિયા ભટ્ટ બોલિવૂડનું સૌથી ચર્ચાસ્પદ કપલ છે. બ્રહ્માસ્ત્રના સેટ્સ પર તેમની વચ્ચે રોમાન્સ શરૂ થયો હતો. રણબીરે એક ઈન્ટરવ્યુમાં જાહેર કર્યું કે બંને અત્યારે ડેટ કરી રહ્યા છે પણ કશું પણ કહેવા માટે હજુ ઘણુ વહેલુ છે. આલિયા ભટ્ટ દીપિકા પાદુકોણ સાથે કોફી વિથ કરણ પર આવી ત્યારે તેણે રણબીર સાથેની રિલેશનશીપ અંગે વાત કરી હતી. કપૂર અને ભટ્ટ પરિવારે પણ તેમના રિલેશનશીપ પર મંજૂરીની મહોર મારી દીધી છે. મુંબઈ મિરરના રિપોર્ટ અનુસાર રણબીર કપૂરે આલિયા ભટ્ટને તેના ફેમિલી ચેટ ગૃપમાં એડ કરી છે. આ ગૃપમાં રણબીરના માતા-પિતા રિશી કપૂર, નીતુ કપૂર, બહેન રિદ્ધિમા અને ફોઇ રીમા જૈન છે. આમ, રણબીરના આ ક્લોઝ ફેમિલી ગૃપમાં હવે આલિયા ભટ્ટનો સમાવેશ થઈ ગયો છે.
હાલમાં આલિયાના પિતા મહેશ ભટ્ટે પણ આ સંબંધને જાહેરમાં સ્વીકાર્યો હતો. આ મામલે આલિયાને પૂછવામાં આવ્યું હતું કે રણબીર સાથે પોતાની રિલેશનશિપને પિતા દ્વારા મળેલી સ્વિકૃતિને કેવી રીતે જુએ છે. આલિયા ભટ્ટે કહ્યું કે ''તમે ભવિષ્યમાં કેમ જઇ રહ્યા છો? તમારે વર્તમાનમાં રહેવું જોઇએ. ઇમાનદારીથી કહું તો હું અંગે વાત કરવા માંગતી નથી.'' તેમણે કહ્યું કે ''મને શરમ આવે છે, પરંતુ હું મારા પિતાને પ્રેમ કરું છું અને તે કંઇપણ કહે છે કે તે મારા માટે ખૂબ મહત્વ ધરાવે છે, પરંતુ હું આ અંગે કંઇ વાત કરવા માંગતી નથી.''
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે