Home> Entertainment
Advertisement
Prev
Next

Oh ! આ છે કરણ જોહરનો પ્રેમી? એક સંદેશાએ જગાવી ચર્ચાની આગ

કરણ જોહરના જન્મદિવસે ફિલ્મ, ફેશન અને ગ્લેમર ઇન્ડસ્ટ્રીએ તેને શુભેચ્છા આપી છે પણ આ એક સંદેશ વિવાદનો વિષય બન્યો છે

Oh ! આ છે કરણ જોહરનો પ્રેમી? એક સંદેશાએ જગાવી ચર્ચાની આગ

નવી દિલ્હી : બોલિવૂડના ફિલ્મ નિર્માતા કરણ જોહરે ગઈ કાલે પોતાનો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો છે. તે પોતાના 47માં જન્મદિવસે ન્યૂયોર્કમાં હતો. આ દિવસે બોલિવૂડની સેલિબ્રિટીઓએ કરણને શુભેચ્છા સંદેશ આપ્યા છે. જોકે, આમાંથી એક સંદેશ વિવાદાસ્પદ બન્યો છે. 

fallbacks

કરણ જોહરને જન્મદિવસની શુભકામના આપતા ડિઝાઈનર પ્રબલે ડાયરેક્ટર સાથેની તસવીર પોસ્ટ કરી. આ તસવીરમાં કરણ અને પ્રબલ ખૂબ નજીક જોવા મળ્યા. આ તસવીર પોસ્ટ કર્યા બાદ તેના કેપ્શનને લઈને બંનેના રિલેશનશીપની ચર્ચા થવા લાગી. પ્રબલે બર્થ ડે વિશ કરતાં લખ્યું કે, ‘પ્યાર કિયા તો ડરના ક્યા, હેપ્પી બર્થ ડે કરણ.’ આ તસવીર જોયા બાદ સોશિયલ મીડિયા યૂઝર્સ ચર્ચા કરવા માંડ્યા કે શું કરણ અને પ્રબલ રિલેશનશીપમાં છે? જો કે, કરણે આ પોસ્ટ જોતાં જ મજેદાર જવાબ આપતાં લખ્યું કે, ‘કંટ્રોલ યોરસેલ્ફ ભૈયા’.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

Pyaar Kiya To Darna Kya. Happy birthday KJo.

A post shared by Prabal Rana Gurung (@troublewithprabal) on

પ્રબલ ગુરંગ જાણીતો ડિઝાઈનર છે. થોડા દિવસ પહેલા યોજાયેલા મેટ ગાલા 2019માં ઈશા અંબાણી પ્રબલે ડિઝાઈન કરેલું પર્પલ ગાઉન પહેરીને પહોંચી હતી. 40 વર્ષીય પ્રબલ ગુરંગ નેપાળી-અમેરિકન ડિઝાઈનર છે.

fallbacks

કરણ જોહરના બર્થ ડે પર આલિયા ભટ્ટે ખાસ તસવીર શેર કરીને શુભેચ્છા આપી હતી. કરણ જોહરની ફિલ્મોની વાત કરીએ તો ‘કલંક’ અને ‘સ્ટુડન્ટ ઓફ ધ યર 2’ ફ્લોપ થયા બાદ ‘તખ્ત’ની રાહ જોવાઈ રહી છે. છેલ્લી બંને ફિલ્મો ફ્લોપ થતાં કરણને જબરદસ્ત ઝટકો લાગ્યો છે.

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More