Home> Entertainment
Advertisement
Prev
Next

દીપિકાએ ખોલ્યું સિક્રેટ, જાણીને કહેશો બાપરે ! આ તો પેટની બહુ ઉંડી

દીપિકા પાદુકોણ અને રણવીર સિંહે 14 અને 15 નવેમ્બરે લગ્ન કરી લીધા છે

દીપિકાએ ખોલ્યું સિક્રેટ, જાણીને કહેશો બાપરે ! આ તો પેટની બહુ ઉંડી

મુંબઈ : દીપિકા પાદુકોણ અત્યારે સાતમા આસમાને છે. દીપિકા પાદુકોણ અને રણવીર સિંહે 14 અને 15 નવેમ્બરે લગ્ન કરી લીધા છે. નવેમ્બરમાં તેમના લગ્ન બાદ તે સતત ચર્ચામાં રહ્યા છે. દીપિકાએ લગ્ન પછી ફિલ્મફેર મેગેઝિનને આપેલા ઈન્ટરવ્યુમાં એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે જે તેના ચાહકો માટે ખરેખર શોકિંગ છે. દીપિકાએ જણાવ્યું છે કે બંનેએ ચાર વર્ષ પહેલા જ સગાઈ કરી લીધી હતી પણ આ વાતની કોઈને ખબર પડવા દીધી નહોતી. 2016માં આ બંનેની સગાઈની ખબર આવી હતી પરંતુ તેમણે આ વાતને પુષ્ટિ આપી નહોતી. હવે દીપિકાએ આ વાતનો સ્વીકાર કર્યો છે. 

fallbacks

ભાઈજાનની ગર્લફ્રેન્ડ યુલિયાએ બર્થ-ડેમાં આપી પ્રેમથી છલકાતી ગિફ્ટ, સલ્લુએ કર્યું જાહેરમાં પ્રદર્શન

દીપિકાએ ફિલ્મફેરને આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યું, “હવે હું જ્યારે પાછી ફરીને જોઉં છું તો મને લાગે છે કે હું છ જ મહિનામાં ઈમોશનલી આ રિલેશનશીપમાં ઘણી ઊંડી ઉતરી ગઈ હતી. ત્યાર બાદ સવાલ એ હતો કે લગ્ન ક્યારે કરવા? મને ક્યારેય રણવીર સાથે લગ્ન કરવા કે નહિં તેવો ડાઉટ નહોતો. અમે ઘણા ચડાવ-ઉતારમાંથી પસાર થયા છીએ પણ અમે ક્યારેય બ્રેકઅપ નહોતું કર્યું.”

દીપિકાની કરિયરની વાત કરીએ તો 2018માં તેણે પદ્માવતમાં કામ કર્યું હતું. હવે તેની આગામી ફિલ્મ છપાક છે જેને મેઘના ગુલઝાર ડિરેક્ટ કરી રહી છે. આ ફિલ્મ એસિડ એટેકની શિકાર લક્ષ્મી અગ્રવાલ પર આધારિત છે. 

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More