Home> Entertainment
Advertisement
Prev
Next

Oh No...! ફરી બદલાઈ જશે Saahoની રિલીઝ ડેટ?

'સાહો'ના એક્શન સીન માટે દુનિયાભરના મોટા એક્શન કોરિયોગ્રાફરની ટીમની મદદ લેવામાં આવી છે. 

Oh No...! ફરી બદલાઈ જશે Saahoની રિલીઝ ડેટ?

મુંબઈ : આ વર્ષે 15 ઓગસ્ટ પર બોલીવુડના 'ખેલાડી' અક્ષય કુમારની ફિલ્મ 'મિશન મંગલ', જોન અબ્રાહમની ફિલ્મ 'બાટલા હાઉસ' અને 'બાહુબલી' પ્રભાસની ફિલ્મ 'સાહો'ની ટકરાવવાના સમાચાર સામે આવ્યા હતા. આ સમાચાર બાદ લોકો અસમંજસમાં પડી ગયા હતા કે તે આ ત્રણેય ફિલ્મોમાંથી કઇ ફિલ્મને જોવા જઇશું, કારણ કે ત્રણેય ફિલ્મો દમદાર છે, પરંતુ હવે જે સમાચાર સામે આવ્યા છે, તેનાથી દર્શકોને મોટા રાહત મળવાની છે. ફિલ્મ સમીક્ષક તરૂણ આદર્શએ શુક્રવારે એક ટ્વીટ દ્વારા જણાવ્યું કે હવે પ્રભાસની ફિલ્મ 'સાહો' 15 ઓગસ્ટના રોજ રિલીઝ થશે નહી. 

fallbacks

તરૂણ અનુસાર ફિલ્મ 'સાહો'ની રિલીઝ ડેટ આગળ વધારી દીધી છે. હવે આ ફિલ્મ 15 ની જગ્યાએ 30 ઓગસ્ટના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. જોકે લેટેસ્ટ માહિતી પ્રમાણે હવે આ ફિલ્મની રિલીઝ તારીખ હજી આગળ વધી જાય એવી પુરેપુરી શક્યતા છે. ફિલ્મ સાથે સંકળાયેલી માહિતી પ્રમાણે આ ફિલ્મ હવે 6 સપ્ટેમ્બરે રિલીઝ થાય એવી શક્યતા છે કારણ કે હજી સુધી એનું વીએફએક્સ કામ પુરું નથી થયું અને એમાં સમય લાગે એમ છે. 

'સાહો'ના એક્શન સીન માટે દુનિયાભરના મોટા એક્શન કોરિયોગ્રાફરની ટીમની મદદ લેવામાં આવી છે. પ્રભાસની 'સાહો'ને ત્રણ ભાષામાં હિંદી, તમિળ અને તેલુગૂમાં રિલીઝ કરવામાં આવશે. ફિલ્મનું નિર્માણ વમ્સી અને પ્રમોદ દ્વારા કરવામાં આવી છે, જ્યારે તેનું નિર્દેશન સુજીતે કર્યું છે. સુજીત દ્વારા નિર્દેશિત આ ફિલ્મને દેશની બહાર અને દેશના સ્થળો પર શૂટ કરવામાં આવી છે. પ્રભાસની આ ફિલ્મનું ટીઝર જોઇને તમને લાગશે કે આ એક સુપરહિરો ફિલ્મ છે. લગભગ 150 કરોડ રૂપિયામાં બનીને તૈયાર થયેલી આ ફિલ્મમાં આપણને ઘણા સારા એક્શન સીન્સ જોવા મળશે. 

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More