Home> Entertainment
Advertisement
Prev
Next

Video : વાઇરલ થયું એક સદાબહાર ગીતનું રીમેક વર્ઝન, જોવા કરો ક્લિક

બોલિવૂડમાં 90ના દાયકાની કેટલીક ફિલ્મો અને ગીતો સદાબહાર છે. સંજય દત્ત, માધુરી દીક્ષિત અને સલમાન ખાનને ચમકાવતી ફિલ્મ સાજનના ગીતો બહુ લોકપ્રિય બન્યા હતા.

Video : વાઇરલ થયું એક સદાબહાર ગીતનું રીમેક વર્ઝન, જોવા કરો ક્લિક

નવી દિલ્હી : બોલિવૂડમાં 90ના દાયકાની કેટલીક ફિલ્મો અને ગીતો સદાબહાર છે. સંજય દત્ત, માધુરી દીક્ષિત અને સલમાન ખાનને ચમકાવતી ફિલ્મ સાજનના ગીતો બહુ લોકપ્રિય બન્યા હતા. આ ક્લાસિક ફિલ્મે ગયા વર્ષે 28 વર્ષ પુરા કરી લીધા છે. આ સફળતાને સેલિબ્રેટ કરવા માટે આ ફિલ્મનું હીટ ગીત મેરા દિલ ભી કિતના પાગલ હૈં...ને રિક્રિએટ કરવામાં આવ્યું છે. ફિલ્મના આ રિમેક સોંગને ચાહકો પસંદ કરી રહ્યા છે. આ  ગીતને 27 મિલિયન વ્યુઝ મળી ચુક્યા છે. 

fallbacks

BOX OFFICE પર  હજી કબીર સિંહનો ધમધમાટ, 10 દિવસ સુધી આટલી કમાણી 

આ ગીતને મળેલી સફળતા વિશે વાત કરતા ગીતને પ્રોડ્યુસર વીરલ મોટવાણી કહ્યું છે કે આ એક રિયલ ફિલ છે અને મેં ક્યારેય નહોતું વિચાર્યું કે ગીતના રિમેકને ચાહકોનો આટલો પ્રેમ અને સપોર્ટ મળી રહ્યો છે. ચાહકોના પ્રેમ માટે આભાર. દર્શકોનો આ પ્રેમ મારા માટે પ્રેરણા છે. 

વીરલ એક નાણાંકીય સલાહકાર, સ્ટોક બ્રોકર અને હવે નિર્માતા છે. 2014માં આવેલી વીરલની ફિલ્મ બોલ બેબી બોલને સારી એવી સફળતા મળી હતી. નોંધનીય છે કે 28 વર્ષ પહેલાં આવેલી ફિલ્મ સાજન બોક્સઓફિસ પર સારી એવી સફળ થઈ હતી. માધુરી, સંજય અને સલમાનની આ ફિલ્મના ગીત સારા એવા  સફળ સાબિત થયા હતા. 

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More