નવી દિલ્હી: બોલીવુડના જાણિતા કોરિયોગ્રાફર અને ડાયરેક્ટર રેમો ડિસૂઝા (Remo D'Souza)ની અચાનક સામે આવેલી બિમારીએ બધાને અચંબામાં મુકી દીધા હતા. આખા દેશના કલાકાર અને તેમના ફેન્સ સતત સોશિયલ મીડિયા પર તેમના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી રહ્યા છે. તાજેતરમાં જ તેમની હાર્ટ સર્જરી થઇ છે. તે હાલ હોસ્પિટલમાં છે અને ધીમે ધીમે સાજા થઇ રહ્યા છે. આ દરમિયાન તેમની પત્ની લિઝેઝ ડિસૂઝાએ એક એવો વીડિયો શેર કર્યો છે જે લોકોના ચહેરા પર સ્માઇલ લાવી રહ્યો છે.
જ્યારથી રેમો ડિસૂઝા (Remo D'Souza) બિમાર થયા હતા ત્યારથી હોસ્પિટલમાંથી સતત તેમની પત્ની લિઝેઝ તેમની તબિયત પર તેમના ફેન્સને જાણકારી આપી રહી છે. હવે લિઝેઝએ વીડિયો શેર કરીને બધાને ખુશખબરી આપી છે કે રેમોની સર્જરી સફળ રીતે થઇ ગઇ છે. જુઓ આ વીડિયો...
આ વીડિયોના માધ્યમથી ફેન્સને જણાવ્યું છે કે તેમના પતિ રેમો અત્યારે પહેલાં કરતાં સારા છે. હોસ્પિટલથી જાહેર કરેલા આ વીડિયોમાં રેમો ડિસૂઝા પોતાના પગને મ્યૂઝિકની ધૂન પર થરકાવતાં જોવા મળે છે. વીડિયો શેર કરીને લિઝેઝએ કેપ્શનમાં લખ્યું છે, 'પગ વડે નાચવું અલગ વાત અને દિલથી નાચવું અલગ વાત છે. રેમો ડિસૂઝા...થેંક્યૂ તમારા બધાની પ્રાર્થનાઓ અને આર્શિવાદ માટે.
અત્રે ઉલ્લેખનીય છે કે શુક્રવારે રેમો ડિસૂઝાને હાર્ટ એટેક આવ્યો હતો. ત્યારબઆદ તેમને હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા હતા. ત્યારબાદથી રેમો ડિસૂઝા હોસ્પિટલમાં છે. જ્યાં તેમને આઇસીયૂમાં રાખવામાં આવ્યા છે. રેમો ડિસૂઝા કોરિયોગ્રાફી સાથે એબીસીડી, રેસ 3 જેવી ફિલ્મોના ડાયરેક્શન માટે જાણિતા છે.
બોલીવુડ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે