Home> Entertainment
Advertisement
Prev
Next

Republic Day પર આવી રહી છે વિક્કી કૌશલની 'ઉરી- ધ સર્જિકલ સ્ટ્રાઇક', સિનેમાઘરોમાં ફરી સંભળાશે How's The Josh

કોરોના વાયરસ મહામારી (Corona virus) ને કારણે ગણતંત્ર દિવસ પર કોઈ મોટી ફિલ્મ રિલીઝ થઈ રહી નથી. તેવામાં ઉરીને ફરી રિલીઝ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ફિલ્મની નિર્માતા કંપની આરએસવીપી ફિલ્મ્સે સોશિયલ મીડિયા પર તેની જાહેરાત કરી છે. 

Republic Day પર આવી રહી છે વિક્કી કૌશલની 'ઉરી- ધ સર્જિકલ સ્ટ્રાઇક', સિનેમાઘરોમાં ફરી સંભળાશે How's The Josh

નવી દિલ્હીઃ 26 જાન્યુઆરીએ સિનેમાઘરોમાં એકવાર ફરી How's The Josh સાંભળવા મળશે. વિક્કી કૌશલ (vicky kaushal) ની ફિલ્મ 'ઉરીઃ ધ સર્જિકલ સ્ટ્રાઇક' (Uri: The Surgical Strike) ગણતંત્ર દિવસ (Republic day) ના અવસરે ફરી રિલીઝ થઈ રહી છે. 2019મા આવેલી ઉરી- ધ સર્જિકલ સ્ટ્રાઇકને લોકોને ખુબ પસંદ કરી છે અને બોક્સ ઓફિસ પર પણ ફિલ્મ સફળ રહી હતી. 

fallbacks

કોરોના વાયરસ મહામારી (Corona virus) ને કારણે ગણતંત્ર દિવસ પર કોઈ મોટી ફિલ્મ રિલીઝ થઈ રહી નથી. તેવામાં ઉરીને ફરી રિલીઝ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ફિલ્મની નિર્માતા કંપની આરએસવીપી ફિલ્મ્સે સોશિયલ મીડિયા પર તેની જાહેરાત કરી છે. કંપનીના ટ્વિટર એકાઉન્ટ પર જાણકારી શેર કરવામાં આવી છે- આ ગણતંત્ર દિવસ પર, આવો પોતાના જાંબાઝ જવાનોને સલામ કરવા પોતાનો જોશ હાઈ રાખીએ. ઉરી- ધ સર્જિકલ સ્ટ્રાઇક (Uri: The Surgical Strike) એકવાર ફરી સિનેમાઘરોમાં જુઓ. મહત્વનું છે કે 2019માં ઉરી મહારાષ્ટ્રના 500 સિનેમાઘરોમાં કારગિલ વિજય દિવસના અવસરે 26 જુલાઈએ એક દિવસ માટે રિલીઝ થઈ હતી. 

ઉરી ધ સર્જિકલ સ્ટ્રાઇકના ડાયરેક્ટર આદિત્ય ધર હતા. આદિત્યની આ પર્દાપણ ફિલ્મ હતી. ફિલ્મમાં વિક્કી કૌશલ મેજર વિહાન સિંહ શેરગિલની ભૂમિકામાં જોવામળ્યો હતો. પરેશ રાવલ, યામી ગૌતમ, કીર્તિ કુલ્હરી અને ટીવી એક્ટર મોહિત રૈની પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. ફિલ્મની કહાની 2016મા થયેલા ઉરી હુમલાનો જવાબ આપતી થીમ પર આધારિત હતી. 

આ પણ વાંચો- Akshay Kumar ને આજે પણ ખટકે છે આ વાત, જણાવ્યું હતું શા માટે થયા છે તકલીફ

2019મા ફિલ્મ 11 જાન્યુઆરીએ રિલીઝ થઈ હતી અને બોક્સ ઓફિસ પર પોતાની ધમાકેદાર હાજરીથી ચોંકાવી દીધા હતા. ઉરીએ લગભગ 8 કરોડ રૂપિયાની ઓપનિંગ લીધી અને પ્રથમ સપ્તાહમાં 35 કરોડનું કલેક્શન કરતા આશરે 244 કરોડ લાઇફ ટાઇમ કલેક્શન કર્યુ હતું. ફિલ્મમાં વિક્કી કૌશલનો મોનોલોગ Hows The Josh ખુબ લોકપ્રિય થયો હતો. સોશિયલ મીડિયાથી લઈને રાજકીય વર્તુળોમાં આ મોનોલોગની અસર જોવા મળી હતી. આ ફિલ્મની સફળતાએ વિક્કી કૌશલને બોલીવુડના વિશ્વાસપાત્ર કલાકારોની લાઇનમાં ઉભો કરી દીધો અને તેના કરિયરનો ટર્નિંગ પોઈન્ટ સાબિત થયો હતો. 

ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More