Home> Entertainment
Advertisement
Prev
Next

Sushant Singh Rajput ને રિયા ચક્રવર્તીએ કર્યો યાદ, લખ્યું- તારા વગર કોઈ જિંદગી નથી...

રિયા ચક્રવર્તીએ દિવંગત સુશાંત સિંહ રાજપૂતની સાથે પોતાની એક તસવીર શેર કરી છે. તસવીરમાં એક તરફ રિયા કેમેરાને જોઈ સ્માઇલ આપી રહી છે તો બીજી તરફ સુશાંત સિંહ રાજપૂત રિયા પર પોતાનો પ્રેમ વ્યક્ત કરી રહ્યો છે. 

Sushant Singh Rajput ને રિયા ચક્રવર્તીએ કર્યો યાદ, લખ્યું- તારા વગર કોઈ જિંદગી નથી...

નવી દિલ્હીઃ બોલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત  (Sushant Singh Rajput) ની આજે પ્રથમ પુણ્યતિથિ છે. સુશાંતની યાદમાં તમામ ફેન્સની સાથે ઘણા બોલીવુડ સિતારાઓએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી છે. એક તરફ અંકિતા લોખંડે  (Ankita Lokhande) એ ઘણા વીડિયો શેર કર્યા તો હવે રિયા ચક્રવર્તી (Rhea Chakraborty) એ પણ સુશાંત માટે એક સોશિયલ મીડિયા પોસ્ટ કરી છે. 

fallbacks

રિયાએ શેર કરી તસવીર
રિયા ચક્રવર્તીએ દિવંગત સુશાંત સિંહ રાજપૂતની સાથે પોતાની એક તસવીર શેર કરી છે. તસવીરમાં એક તરફ રિયા કેમેરાને જોઈ સ્માઇલ આપી રહી છે તો બીજી તરફ સુશાંત સિંહ રાજપૂત રિયા પર પોતાનો પ્રેમ વ્યક્ત કરી રહ્યો છે. નોંધનીય છે કે અંકિતા લોખંડેથી અલગ થયા બાદ સુશાંત સિંહ રાજપૂત રિયા ચક્રવર્તી સાથે રિલેશનશિપમાં હતો. 

તે કહે છે કે સમય બધુ બરોબર કરી દે છે, પરંતુ...
રિયા ચક્રવર્તીએ ફોટો શેર કરતા કેપ્શનમાં લખ્યું, 'એકપણ ક્ષણ અત્યાર સુધી એવી પસાર થઈ નથી, જ્યારે મને લાગ્યું હોય કે તું અહીં નથી. તે કહે છે કે સમય બધુ બરોબર કરી દે છે, પરંતુ તું જ મારો સમય અને બધુ હતો. હું જાણું છું કે હજુ તુ મારો ગાર્જિયન એન્જલ છો અને મને ચાંદથી પોતાના ટેલિસ્કોપથી જોઈ રહ્યો છે અને પ્રોટેક્ટ કરી રહ્યો છો. હું દરરોજ તારી રાહ જોવ છું કે તું આવ અને મને લઈ જા, હું તને દરેક જગ્યાએ શોધુ છું- હું જાણું છું કે તું મારી પાસે છો.'

આ પણ વાંચોઃ Anupamaa Spoiler Alert: કાવ્યાએ અનુપમાને બનાવી ઘરની નોકરાણી! વનરાજને આવ્યો ગુસ્સો

તારા વગર કોઈ જિંદગી નહીં..
રિયાએ પોતાના કેપ્શનમાં આગળ લખ્યું- તે મને દરરોજ તોડે છે, પછી હું તારી વાતને યાદ કરુ છુ, જે તું કહેતો હતો- તારી પાસે આ છે... અને હું આગળ વધી જાવ છું. મારી ભાવનાઓનો બાંધ દરરોજ તૂટી જાય છે, જ્યારે હું વિચારૂ છું કે તું મારી પાસે નથી. આ લખતા મારૂ દિલ દુખે છે.. આ અનુભવતા મારૂ દિલ દુખે છે. તારા વગર કોઈ જિંદગી નથી, તું તારી સાથે મારા માટે જિંદગીનો અર્થ લઈ ગયો. 

પોતાના કેપ્શનના અંતમાં રિયાએ લખ્યું- આ જગ્યા કોઈપણ કિંમતે ભરી શકાય નહી.. તારા વગર હું એકલી છું... મારા લવ બોય, હું તમને દરરોજ માલપૂવા આપવા અને આ વિશ્વના ક્વોન્ટમ ફિઝિક્સના દરેક પુસ્તકને વાંચવાનું વચન આપું છું. પ્લીઝ મારી પાસે પરત આવી જા. હું તને મિસ કરુ છું, મારા દોસ્ત, મારો પ્રેમ. બેબૂ અને પુટપુટ હંમેશા માટે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More