Home> Entertainment
Advertisement
Prev
Next

CBIના ગેસ્ટ હાઉસ પહોંચ્યા Rhea Chakrabortyનો ભાઇ અને સુશાંતના કુક નીરજ

બોલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh rajput)ના સુસાઇ મામલે સુપ્રીમ કોર્ટ દ્વારા મંજૂરી મળ્યા બાદ સીબીઆઇ (CBI)એ મુંબઇમાં તપાસ શરૂ કરી છે. સીબીઆઇની ટીમ સૌથી પહેલા રિયા ચક્રવર્તીના ભાઇ શોવિક ચક્રવર્તી અને સુશાંતના કુક નીરજની પૂછપરછ કરશે, જેના માટે શોવિક અને નીરજ બંને સીબીઆઇના ગેસ્ટ હાઉસ પહોંચ્યા છે.

CBIના ગેસ્ટ હાઉસ પહોંચ્યા Rhea Chakrabortyનો ભાઇ અને સુશાંતના કુક નીરજ

મુંબઇ: બોલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh rajput)ના સુસાઇ મામલે સુપ્રીમ કોર્ટ દ્વારા મંજૂરી મળ્યા બાદ સીબીઆઇ (CBI)એ મુંબઇમાં તપાસ શરૂ કરી છે. સીબીઆઇની ટીમ સૌથી પહેલા રિયા ચક્રવર્તીના ભાઇ શોવિક ચક્રવર્તી અને સુશાંતના કુક નીરજની પૂછપરછ કરશે, જેના માટે શોવિક અને નીરજ બંને સીબીઆઇના ગેસ્ટ હાઉસ પહોંચ્યા છે.

fallbacks

આ પણ વાંચો:- Sushant Suicide Case: જાણો શું હોઇ શકે છે CBIની તપાસમાં આજનો પ્લાન

સીબીઆઇની ટીમ શોવિક અને નીરજ બંનેના નિવેદન નોંધશે. તમને જણાવી દઇએ, જ્યારે 14 જૂનના સુશાંતે મુંબઇમાં તેના ઘરમાં આપઘાત કર્યો હતો, તે સમયે તેનો કુક નીરજ ઘરમાં જ હાજર હતો. ત્યારે બીજી તરફ, સીબીઆઇની એક ટીમ બાંદ્રા સ્ટેશન પણ પહોંચી છે. સુશાંત સિંહ મામલે સીબીઆઇ પર ઝડપથી તપાસ કરવાનું દબાણ હશે, કેમ કે, ગઇકાલ (ગુરૂવાર) જે પ્રકારે એનસીપી અધ્યક્ષ શરદ પવારે સીબીઆઇને લઇને કટાક્ષ કર્યો, તેનાથી આ મામલો સીબીઆઇની પ્રતિષ્ઠાનો સવાલ પણ બની શકે છે.

આ પણ વાંચો:- સુશાંત કેસ: રિયાના અનેક જૂઠ્ઠાણાનો થયો પર્દાફાશ! મહેશ ભટ્ટ સાથેની વોટ્સએપ ચેટ વાયરલ

સીબીઆઇની ટીમ મુંબઇના કૂપર હોસ્પિટલ પણ જઇ શકે છે અને 5 ડોક્ટરોની પણ પૂછપરછ કરી શકે છે, જેમણે સુશાંતનું પોસ્ટમોર્ટમ કર્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More