Home> Entertainment
Advertisement
Prev
Next

Richa Chadha ના વિરોધમાં આવ્યા અક્ષય કુમાર, સેનાના અપમાનને લઈને કહી આ વાત

Richa Chaddha Tweet Controvery: અભિનેત્રી રિચા ચડ્ઢા પોતાના એક ટ્વીટને કારણે વિવાદમાં આવી ગઈ છે. હવે તેના પર અક્ષય કુમારનું નિવેદન પણ આવ્યું છે. 

Richa Chadha ના વિરોધમાં આવ્યા અક્ષય કુમાર, સેનાના અપમાનને લઈને કહી આ વાત

નવી દિલ્હીઃ Akshay Kumar On Richa Chaddha Tweet: અભિનેત્રી રિચા ચડ્ઢા આ દિવસોમાં એક ટ્વીટને લઈને વિવાદોમાં ચાલી રહી છે. ઉત્તરી સેનાના કમાન્ડર લેફ્ટિનેન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ હાલમાં એક ટ્વીટ કરતા કહ્યું હતું કે, 'ભારતીય સેના પાકિસ્તાનના કબજામાં કાશ્મીર  (POK) નો જે ભાગ છે તેને પરત લેવા માટે તૈયાર છે બસ સરકારના આદેશની રાહ જોવાઈ રહી છે.' જેના પર અભિનેત્રી રિચાએ જવાબ આપતા લખ્યું હતું, 'ગલવાન હાય' બોલી રહ્યું છે. આ કહ્યાં બાદ અભિનેત્રી વિવાદોમાં આવી ગઈ હતી. તેના આ ટ્વીટ પર અભિનેતા અક્ષય કુમારની પ્રતિક્રિયા આવી છે. 

fallbacks

જોઈને દુખ થાય છેઃ અક્ષય કુમાર
અક્ષય કુમારે રિચા ચડ્ઢાના ટ્વીટના સ્ક્રીનશોટ શેર કરતા ટ્વિટર પર એક પોસ્ટ કરી છે. પોતાના આ ટ્વીટમાં અક્ષયે લખ્યું- તે જોઈને દુખ થાય છે. આપણે આપણા સશસ્ત્ર દળો પ્રત્યેનો આટલો ઉપકાર ક્યારેય ન ભૂલવો જોઈએ. જો તેઓ છે તો આપણે આજે છીએ.

અભિનેત્રી આવી વિવાદમાં
બોલીવુડ એક્ટ્રેસ રિચા ચઢ્ઢા પર ટ્વિટર પર તેની તાજેતરની પોસ્ટમાં સેનાનું અપમાન કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. રિચાએ ઉત્તરી આર્મી કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીના નિવેદન પર પ્રતિક્રિયા આપી હતી. પોતાના નિવેદનમાં લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ કહ્યું હતું કે, ભારતીય સેના પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરને પાછું લેવા માટે આદેશ આપવામાં આવે તો તેને એક્ઝિક્યુટ કરવા તૈયાર છે. આના પર રિએક્ટ કરતા રિચાએ કહ્યું કે, “ગલવાન કહે છે હાય.” BJPના મંજ઼િન્દર સિંહ સિરસાએ કહ્યું કે, “આ એક શરમજનક ટ્વીટ છે. વહેલી તકે પાછી ખેંચી લેવી જોઈએ. આપણા સશસ્ત્ર દળોનું અપમાન કરવું વ્યાજબી નથી.”

આ ફિલ્મમેકરે એફઆઈઆર દાખલ કરવાની કરી માંગ
અક્ષય કુમાર પહેલા બોલીવુડ ફિલ્મમેકર અશોક પંડિતે પણ રિચા ચડ્ઢાનો વિરોધ કર્યો છે. તેમણે મુંબઈ જુહૂ પોલીસને એક પત્ર લખતા સુરક્ષા દળોની મજાક ઉડાવવા અને અપમાન કરવાને લઈને અભિનેત્રી વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવાની માંગ કરી છે. 

ઉલ્લેખનીય છે કે વિવાદ વધ્યા બાદ રિચાએ એક ટ્વીટ કરી માફી પણ માંગી છે. તેણે કહ્યું કે તેનો ઇરાદો કોઈનું અપમાન કરવાનો નથી. પરંતુ હવે રિચા ચડ્ઢા વિવાદમાં આવી ચુકી છે. ટ્વિટર પર પણ લોકો તેની ફિલ્મનો બહિષ્કાર કરવાની ધમકી આપી રહ્યાં છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More