Kantara Chapter 1: 'કાંતારા 2' ફિલ્મનું હાલમાં શૂટિંગ ચાલી રહ્યું છે. ટૂંક સમયમાં જ મેકર્સ આ ફિલ્મને લઈને આવી રહ્યા છે. પરંતુ આ વચ્ચે ફિલ્મ સાથે જોડાયેલા એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. જ્યાં ઋષભ શેટ્ટીની ફિલ્મ 'કાંતારા'ના પ્રીક્વલના 6 જુનિયર કલાકારો ઘાયલ થયા છે. એક બસ અકસ્માતમાં 6 લોકોનો આબાદ બચાવ થયો છે. જાણો જાણીએ આ અકસ્માસ કેવી રીતે થયો.
કર્ણાટકના ઉડુપી જિલ્લમાં એક એક બસ પલટી મારી જવાના કારણે તેમાં સવાર કન્નડ ફિલ્મ 'કાંતારા'ના પ્રીક્વલના 6 જુનિયર કલાકારો ઘાયલ થયા છે. પોલીસે સોમવારે આ જાણકારી આપી છે. પોલીસના જણાવ્યા અનુસાર રવિવારે રાત્રે ફિલ્મની ટીમને લઈ જઈ રહેલી એક મિની બસ જડકલ પાસે પલટી ગઈ હતી.
તમન્ના ભાટિયા અને વિજય વર્મા ટૂંક સમયમાં કરી શકે છે લગ્ન? શોધી રહ્યા છે ઘર
આ ઘટનાને લઈ પોલીસે શું જણાવ્યું
પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે, "આ ઘટના તે સમયે બની હતી જ્યારે તે જડરલથી મુદૂરમાં શૂટિંગ પૂરી કરીને કોલ્લૂર પરત ફરી રહ્યા હતા. મિની બસમાં 20 જુનિયર કલાકારો સવાર હતા." પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના બાદ ઘાયલોને સારવાર માટે જડકલ અને કુંદાપરની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. કોલ્લૂર પોલીસે આ ઘટનાની તપાસ કરી રહી છે.
કોણ છે દેશનો સૌથી પોપ્યુલર એક્ટર? ટોપ 10માં બોલિવૂડના માત્ર બે સ્ટાર, જાણો
નોંધનીય છે કે, કાંતારા ચેપ્ટર 1 પર કામ ચાલી રહ્યું છે. આ ફિલ્મને ફરી એક વખત ઋષભ શેટ્ટી જ ડાયરેક્ટ કરી રહ્યા છે અને એક્ટ પણ કરી રહ્યા છે. આ ફિલ્મને હોમ્બલ ફિલ્મ્સ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી રહ્યું છે. હાલમાં આ ફિલ્મને વર્ષ 2025 માટે શેડ્યૂલ કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર આ ફિલ્મનું બજેટ 125 કરોડ રૂપિયા છે. નોંધનીય છે કે, કાંતારા વર્ષ 2022માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મને લોકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે