Home> Entertainment
Advertisement
Prev
Next

ન્યૂયોર્કમાં ઇલાજ કરાવી રહેલા રિશી કપૂરનો પહેલો VIDEO આવ્યો સામે, જોવા કરો ક્લિક

રિશી કપૂરને કેન્સર હોવાની ભારે ચર્ચા ચાલી રહી છે
 

ન્યૂયોર્કમાં ઇલાજ કરાવી રહેલા રિશી કપૂરનો પહેલો VIDEO આવ્યો સામે, જોવા કરો ક્લિક

નવી દિલ્હી : રિશી કપૂર હાલમાં ન્યૂયોર્કમાં છે અને પોતાની બીમારીનો ઇલાજ કરાવી રહ્યો છે. હાલમાં રિશી કપૂરનો ન્યૂયોર્કનો વીડિયો સામે આવ્યો્ છે જેમાં તે અનુપમ ખેર સાથે ન્યૂયોર્કની ગલીઓમાં ફરી રહ્યો છે. 

fallbacks

અનુપમ ખેરે પણ આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કરતાં લખ્યું કે, “ડિયર રિશી કપૂર, મેનહટ્ટનની ગલીઓમાં તારી સાથે ફરવાનું અને સમય વિતાવવાનું ખૂબ ખાસ રહ્યું. તારી સાથે વાતો કરવામાં ખૂબ મજા આવે છે. ભારત, ન્યૂયોર્ક અને ફિલ્મોના જાદૂ તેમજ જિંદગીમાં આવેલી સ્થિરતા વિશે વાત કરીને મજા આવી.”

રિશી કપૂરે પણ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર આ વીડિયો શેયર કર્યો છે. તેણે લખ્યું છે કે,'' 'ખેર-ફ્રી' કે 'કેયર ફ્રી' મેડિસન એવન્યૂમાં સાથી અને જૂના મિત્ર અનુપમ ખેર સાથે.''

અનુપમ ખેર હાલમાં પોતાના હોલિવૂડ પ્રોજેક્ટ માટે ન્યૂયોર્કમાં છે અને રિશી કપૂર પોતાના ઇલાજ માટે ન્યૂયોર્કમાં છે. રિશી કપૂરની તબિયત વિશે અટકળ છે કે તેને કેન્સર થયું છે પણ આ સંજોગોમાં તેના મોટાભાઈ રણધીર કપૂરનું નિવેદન પણ સામે આવ્યું છે. રિશી કપૂરનાં ભાઇ અને કરિના કપૂરનાં રણધીર કપૂર દ્વારા રિશી કપૂરને કેન્સર હોવાની અફવા ફગાવી દેવામાં આવી છે. તેમણે આ વાતને ખોટી ગણાવતા કહ્યું છે કે, હજુ સુધી રિશી કપૂરનાં કોઇ જ રિપોર્ટ્સ આવ્યા નથી. રિપોર્ટ્સ આવ્યા બાદ જ કોઇ કમેન્ટ કરવામાં આવશે. હજુ સુધી અમને ખબર નથી કે રિશીને શું બીમારી છે. અમને શું રિશીને પોતે નથી ખબર કે તેને શું બીમારી છે. હજુ તો તેણે કોઇ ટેસ્ટ પણ કરાવ્યા નથી. અને લોકો એવી અટકળો લગાવી રહ્યાં છે કે તેને કેન્સર છે અને તે પણ એડવાન્સ સ્ટેજનું. તેને શાંતિથી ટેસ્ટ કરાવવા દો. તેનું જે પરિણામ આવશે તે અમે આપને જણાવીશું.

દિગ્ગજ અભિનેતા રિશી કપૂરનું કહેવુ છે કે, તેઓ થોડા દિવસો માટે કામથી રજા લઈને સારવાર અર્થે અમેરિકા જવા રવાના થઈ ગયા છે. રિશી (66)એ શનિવારે ટ્વીટ કરીને આ માહિતી આપતા તેમના પ્રશંસકોને ચિંતા ન કરવા તેમજ કોઈ પણ પ્રકારની અટકળો ન કરવા જણાવ્યું હતું.

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More