Home> Entertainment
Advertisement
Prev
Next

એક MMS એ બરબાદ કરી નાખ્યું કરિયર, 42 વર્ષની ઉંમરે પણ લાગે છે 16 વર્ષની સુંદરી

Riya Sen MMS: બાળક કલાકારથી અભિનયના કરિયરની શરૂઆત કરનાર રિયા સેને આજે બોલીવુડમાંથી લગભગ ગાયબ થઈ ચૂકી છે. બોલીવુડની ઘણી ફિલ્મોમાં લીડ એક્ટ્રેસના રોલમાં પણ રિયા સેન જોવા મળી છે.

એક MMS એ બરબાદ કરી નાખ્યું કરિયર, 42 વર્ષની ઉંમરે પણ લાગે છે 16 વર્ષની સુંદરી

Riya Sen MMS: બાળક કલાકારથી અભિનયના કરિયરની શરૂઆત કરનાર રિયા સેને આજે બોલીવુડમાંથી લગભગ ગાયબ થઈ ચૂકી છે. બોલીવુડની ઘણી ફિલ્મોમાં લીડ એક્ટ્રેસના રોલમાં પણ રિયા સેન જોવા મળી છે. તો ઘણી સુપરહિટ ફિલ્મો આપી રિયા સેન દર્શકોના દિલ જીતવામાં પણ સફળ રહી છે. પરંતુ એક MMS કાંડની રિયા સેનના કરિયર પર ખુબ જ ખરાબ અસર થઈ છે. જેનાથી રિયા સેનનું અભિનયનું કરિયર લગભગ ખતમ થઈ ચૂક્યું છે. 

fallbacks
 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Riya Sen (@riyasendv)

આજના આધુનિક યુગમાં MMS બનાવી વાયરલ કરવું કોઈ મોટી વાત નથી. અનેક એવી ઘટનાઓ બને છે જેના પરિણામો ખુબ જ ખરાબ આવતા હોય છે. ત્યારે આ MMS કાંડથી બોલીવુડની અભિનેત્રીઓ પણ બાકાત નથી. ત્યારે એક MMS લીક થતા એક અભિનેત્રીનું કરિયર બરબાદ  થઈ ગયું. MMSના લીધે આજે આ અભિનેત્રી બોલીવુડમાંથી જ ગાયબ થઈ ચૂકી છે.

42 વર્ષની ઉંમરે પણ લાગે છે 16 વર્ષની સુંદરી જેવી
બોલીવુડ અભિનેત્રી રિયા સેન હિન્દી સિવાય બંગાળી, તેલુગુ સહિત તમિલ ફિલ્મોમાં પણ કામ કરી ચૂકી છે. 42 વર્ષની ઉંમરે પણ 16 વર્ષની સુંદરી જેવા દેખાવ દર્શકોને દિલ જીતી લે છે. ત્યારે ફિટનેસ જોઈને કોઈ કહી ના શકે કે આ અભિનેત્રીની ઉંમર 42 વર્ષ હશે. રિયા સેને વર્ષ 1998માં 17 વર્ષની ઉંમરે ફાલ્ગુની પાઠકના મ્યુઝિક વિડિયો યાદ પિયા કી આને લગીથી શરૂઆત કરી હતી. તે બાદ રિયા સેન ઘણી ફિલ્મો, મ્યુઝિક વીડિયો અને ફેશન શોમાં પણ જોવા મળી છે.

આ પણ વાંયો:
લોન્ચ થઈ મોસ્ટ પાવરફુલ Sport Bike! કિંમત છે 42 લાખ રૂપિયા, ડિઝાઇન પણ છે દમદાર
શું તમારે પણ બાળકોનું Aadhaar Card કઢાવવું છે? આજે જ ઘરે બેઠા કરો અરજી
Upcoming: આ વર્ષે માર્કેટમાં લોન્ચ થશે Jimny, Exter, Elevate સહિત આ 8 નવી SUV

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Riya Sen (@riyasendv)

ફિલ્મી કરિયર સાથે અફેર પણ ચર્ચામાં રહ્યું
રિયા સેનની કારકિર્દીમાં ઘણા ઉતાર ચડાવ આવ્યા છે. ફિલ્મી કરિયરની સાથે રિયાના અફેરની ચર્ચા પણ ખુબ ચાલી હતી. એક રિપોર્ટ મુજબ અક્ષય ખન્નાથી લઈને લેખક સલમાન રશ્દી સુધી રિયા સેનના અફિર હોવાની ચર્ચા છે. જો કે સલમાન રશ્દી અને રિયા સેને ક્યારેય પોતાના સંબંધો અંગે ખુલીને વાત કરી નથી. જો કે અફેરની ચર્ચા બાદ બંને એકબીજાથી દૂર થઈ ગયા હતા. એક રિપોર્ટ મુજબ રિયા સેનનું નામ પૂર્વ ભારતીય ક્રિકેટર શ્રીસંત સાથે પણ જોડાયું હતું.

એક MMMથી કરિયર થયું ખત્તમ
વર્ષ 2005માં રિયા સેન અને અભિનેતા અશ્મિત પટેલના અફેરની ચર્ચા ખુબ જ જોરશોરથી થવા લાગી હતી. આ જ સમયગાળામાં એક MMM લીક થતા ખુબ જ વિવાદ સર્જાયો હતો. એક રિપોર્ટ મુજબ કેટલાક લોકોએ એવા આક્ષેપ કર્યા હતા કે લોકોનું ધ્યાન ખેંચવા માટે અભિનેત્રી રિયા સેને જાણી જોઈને આ MMM લીક કર્યો હતો. જો કે રિયા સેન અને અશ્મિત પટેલે આ વીડિયોને ફેક ગણાવ્યો હતો.

fallbacks

રાજવી પરિવારમાંથી આવે છે અભિનેત્રી
રિયા સેનનું રાજવી પરિવારનું ફેમેલી બેગ્રાઉન્ડ છે. રિયા સેનના પિતા ભરત દેવ વર્મા ત્રિપુરાના રાજવી પરિવારમાંથી આવે છે. ભરત દેવ વર્માં કૂચ બિહારની રાજકુમારી ઈલા દેવીના પુત્ર અને જયપુરની મહારાણી ગાયત્રી દેવીના ભત્રીજા હતા. રિયા સેનની માતા મૂન મૂન સેન અને દાદી સુચિત્રા પણ પીઢ અભિનેત્રી રહી ચૂકી છે. રિયા સેને અભિયનની કારકિર્દીની શરૂઆત માત્ર 5 વર્ષની ઉંમરે કરી હતી. 

અભિનેત્રી બોલીવુડથી થઈ દૂર
રિયા સેન અને અશ્મિત પટેલનું લીક થયેલ એમએમએમ ફેક હોવાનું સામે આવ્યું હતું. પરંતુ આ એક  MMM વાયરલ થયા બાદ અભિનેત્રી રિયા સેનના કરિયર પર બ્રેક લાગી ગઈ હતી. કરિયર સંપૂર્ણ બરબાદ થતા રિયા સેનને બોલીવુડથી દૂર રહેવાની ફરજ પડી હતી. જો કે રિયા સેને અભિયન કરવાનું ચાલું જ રાખ્યું હતું. રિયા સેને આજે પણ અન્ય ભાષાની ફિલ્મોમાં કામ કરી રહી છે. જો કે વિવાદો બાદ આખરે વર્ષ 201માં બોયફ્રેન્ડ શિવમ તિવારી સાથે રિયા સેને લગ્ન કરી લીધા હતા.

fallbacks

અનેક હિટ ફિલ્મોમાં કર્યું છે કામ
વર્ષ 1991માં રિયા સેને ફિલ્મ વિષકન્યામાં બાળ અભિનેત્રી તરીકેની ભૂમિકા નિભાવી હતી. જ્યારે વર્ષ 2001માં ચંદ્રા દ્વારા નિર્દેશિત લો-બજેટ કોમેડી ફિલ્મ સ્ટાઈલથી મુખ્ય અભિનેત્રી તરીકે કામ કરી કરિયરની શરૂઆત કરી હતી. જો કે તે બાદ રિયા સેને અનેક હિટ ફિલ્મમાં કામ કર્યું છે. જેમાં ઝંકાર બીટ્સ, દિલ વિલ પ્લાર વ્યાર, કયામત અને અપના સપના મની મની જેવી ફિલ્મમોમાં અભિનય કરી રિયા સેને દર્શકોના દિલ જીત્યા હતા.

આ પણ વાંયો:
ફ્લોલેસ લુકમાં જોવા મળી Mouni Roy,ટ્રાન્સપરન્ટ વ્હાઇટ આઉટફિટે જીત્યા લોકોના દિલ
Highest Paid OTT એક્ટ્રેસ કોણ? સુષ્મિતા, સામન્થા અને ગૌહર ટોપ 5 માં સામેલ
High Paying Jobs : આ છે ટોપ 5 હાઈએસ્ટ પેઈંગ વર્ક ફ્રોમ હોમ જોબ્સ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More