Home> Entertainment
Advertisement
Prev
Next

VIDEO: રિલીઝ થયું રોમિયો અકબર વોસ્ટરનું ટીઝર, સત્યમેવ જયતે બાદ જોનની ધમાકેદાર વાપસી

ફિલ્મમેકર રોબી ગ્રેવાલની ફિલ્મ રોમિયો અકબર વોલ્ટરનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. 

 VIDEO: રિલીઝ થયું રોમિયો અકબર વોસ્ટરનું ટીઝર, સત્યમેવ જયતે બાદ જોનની ધમાકેદાર વાપસી

નવી દિલ્હીઃ ગત વર્ષે સ્વતંત્રતા દિવસ પર સત્યમેવ જયતે જેવી બ્લોકબસ્ટર દેશભક્તિ ફિલ્મ આપ્યા બાદ બોલીવુડ એક્ટર જોન અબ્રાહમના ફેન્સને તેની આગામી ફિલ્મ રોમિયો અકબર વોલ્ટરનું ટીઝર રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મમાં એકવાર ફરી જોન અબ્રાહમ શાનદાર અંદાજમાં જોવા મળી રહ્યો છે. ફિલ્મ સત્યમેવ જયતે બાદ એક વાર ફરી જોન મોટા પદડા પર આગામી ફિલ્મ રોમિયો અકબર વોલ્ટરથી ધમાલ મચાવશે. 

fallbacks

સત્યમેવ જયતેમાં જ્યાં  મનોજ વાજપેયીની સાથે જોવા મળ્યો હતો તો આ ફિલ્મમાં ડોનની સાથે બોલીવુડ દિગ્ગજ અભિનેતા જૈકી શ્રોફ જોવા મળશે. હવે વાત કરીએ ફિલ્મના ટીઝરની તો તેમાં જોનને ઘણા અવતારમાં દેખાડવામાં આવ્યો છે. ટીઝર જોઈને અનુભવી શકાય કે આ ફિલ્મમાં જોન છેલ્લી ઘણી ફિલ્મોમાં ટેસ્ટ પર બેસ્ટ છે. આ ફિલ્મ આ વર્ષે 12 એપ્રિલે રિલીઝ થવાની છે. હાલમાં જોન અબ્રાહમે આ ફિલ્મનું પોસ્ટર પણ પોતાના ટ્વીટર પર શેર કર્યું છે. 

અહેવાલ અનુસાર રોબી ગરેવાલ દ્વારા નિર્મિત ફિલ્મ રોમાં જોન અબ્રાહમ એક ભારતીય જાસૂસના રૂપમાં દેખાશે, જે પાકિસ્તાનમાં જઈને ત્યાંની ઘણી માહિતી ઉજાગર કરશે. એટલું જ નહીં તે પોતાના સતેજ મગજથી પાકિસ્તાનના ષડયંત્રને પણ સામે લાવશે. આ સિવાય ફિલ્મમાં જેકી શ્રોફ, સુચિત્રા કૃષ્ણમૂર્તિ અને સિકંદર ખેર પણ મહત્વની ભૂમિકા ભજવશે. આ ફિલ્મમાં જોન મોસ્ટ ફેવરેટ એક્શનમાં જોવા મળશે. આ ફિલ્મને વાઇકોમ 18 મોશન પિક્ચર્સ, કાઇટા પ્રોડક્શન અને વીએ ફિલ્મ કંપની અંતર્ગત બનાવવામાં આવી રહી છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More