Home> Entertainment
Advertisement
Prev
Next

તારક મેહતા શોના ચાહકો માટે Run Jetha Run ગેમ લોન્ચ, દયાબેન સાથે જેઠાલાલ કરશે મુકાબલો

Taarak mehta ka ooltah chashmah:ખાસ વાત એ છે કે આ ગેમમાં જેઠાલાલ તેની પત્ની દયાબેન અને ગોકુલધામ સોસાયટીના અન્ય મેમ્બર્સની સામે મુકાબલો કરશે. આ ઉપરાંત ગેમમાં યુઝર અલગ અલગ પાત્રને પસંદ કરીને તેની સાથે પણ રમી શકે છે. 

તારક મેહતા શોના ચાહકો માટે Run Jetha Run ગેમ લોન્ચ, દયાબેન સાથે જેઠાલાલ કરશે મુકાબલો

Taarak mehta ka ooltah chashmah: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરીયલ ઘણા વર્ષોથી લોકોનું મનોરંજન કરી રહી છે અને આજે પણ આ સીરીયલ લોકોની ફેવરિટ સીરીયલ છે. આ સીરીયલ ને નાના બાળકોથી વૃદ્ધ સુધીના બધા જ લોકો પસંદ કરે છે. તેવામાં સીરીયલ ના મેકર્સ દ્વારા એક નવી ગેમ લોન્ચ કરવામાં આવી છે. આ ગેમના માધ્યમથી શોના કલાકારો ગેમ રમનારા લોકોનું મનોરંજન કરશે. Taarak mehta ka ooltah chashmah શો પરથી બનેલી આ ગેમનું નામ છે રન જેઠા રન.

fallbacks

આ પણ વાંચો:

ફૂટપાથ પર રહેતો અને ઝૂંપડીમાં જન્મેલો અલ્તાફ તડવી કેવી રીતે બન્યો MC Stan?

સુંદરતામાં આ અભિનેત્રીઓનો નથી કોઈ તોડ, આ 10 અભિનેત્રીઓ છે રૂપ રૂપનો અંબાર

SidKiara ના રિસેપ્શન માટે મીરા કપૂરે પહરેલી ન્યૂડ નેટ સાડીની કિંમત છે લાખોમાં

આ ગેમમાં સીરીયલનું દમદાર પાત્ર જેઠાલાલ એટલે કે દિલીપ જોશી જોવા મળશે. ખાસ વાત એ છે કે આ ગેમમાં જેઠાલાલ તેની પત્ની દયાબેન અને ગોકુલધામ સોસાયટીના અન્ય મેમ્બર્સની સામે મુકાબલો કરશે. આ ઉપરાંત ગેમમાં યુઝર અલગ અલગ પાત્રને પસંદ કરીને તેની સાથે પણ રમી શકે છે. આ ગેમ અંગે twitter પર સોના મેકર્સ દ્વારા ઘોષણા કરવામાં આવી છે. ટ્વીટર ઉપર આ ગેમનું પોસ્ટર પણ શેર કરવામાં આવ્યું છે. 

 

ટીવી શોની વાત કરીએ તો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં શોમાં નવા ટપુ એ તાજેતરમાં જ એન્ટ્રી કરી છે. આપેલા ટપુનું પાત્ર ભજવતા રાજ અન્નડકટે શોને અલવિદા કહી દીધું ત્યાર પછી તેની જગ્યાએ નિતિશ ભાલુની ટપુના પાત્રમાં જોવા મળી રહ્યો છે. 

આ સિવાય સિરિયલમાં જેઠાલાલનું પાત્ર ભજવતા દિલીપ જોશી એ પણ એક મુલાકાત દરમિયાન કહ્યું હતું કે તે દયાના પાત્રને મિસ કરે છે. એ તો મેકર્સ ઉપર છે કે તેઓ દયાના પાત્રની રિપ્લેસ કરશે કે નહીં પરંતુ એક્ટર તરીકે દયાના પાત્રને હવે તે મિસ કરી રહ્યા છે કારણકે વર્ષો સુધી દયા અને જેઠા ની જોડીએ લોકોને મજા કરાવી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More