Home> Entertainment
Advertisement
Prev
Next

Saaho Box Office Collection Day 2: પ્રભાસની 'સાહો'એ બીજા દિવસે પણ કરી ગજબની કમાણી

પ્રભાસ અને શ્રદ્ધા કપૂરની સાહોએ પ્રથમ દિવસની જેમ બીજા દિવસે પણ સારી કમાણી કરી છે. ફિલ્મના હિન્દી વર્ઝને બીજા દિવસે લગભગ 23 કરોડ રૂપિયાની કમાણી કરી છે. 
 

 Saaho Box Office Collection Day 2: પ્રભાસની 'સાહો'એ બીજા દિવસે પણ કરી ગજબની કમાણી

નવી દિલ્હીઃ બોક્સ ઓફિસ પર પ્રથમ દિવસે શાનદાર ઓપનિંગ કરનારી પ્રભાસ અને શ્રદ્ધા કપૂરની 'સાહો'એ બીજા દિવસે પણ સારી કમાણી કરી છે. ફિલ્મના હિન્દી વર્ઝને બીજા દિવસે પણ પ્રથમ દિવસ જેવી કમાણી કરી છે. ફિલ્મના અન્ય ભાષાના વર્ઝને પણ સારી કમાણી કરી છે. 

fallbacks

બોક્સ ઓફિસ ઈન્ડિયા ડોટ કોમના રિપોર્ટ પ્રમાણે, શનિવારે ફિલ્મએ હિન્દી વર્ઝનમાં કુલ 23 કરોડની કમાણી કરી છે. ફિલ્મએ પ્રથમ દિવસે આશરે 24 કરોડ રૂપિયા કમાયા હતા. પરંતુ કેટલિક જગ્યાએ ફિલ્મની પ્રિન્ટ ન પહોંચવાને કારણે શો રદ્દ કરવા પડ્યા હતા બાકી ફિલ્મની કમાણી 30 કરોડ આસપાસ થવાની આશા હતી. 

આ રીતે હિન્દીમાં ફિલ્મએ અત્યાર સુધી 47.50 કરોડ રૂપિયાની કમાણી અત્યાર સુધી કરી લીધી છે. માનવામાં આવી રહ્યું છે કે જો રવિવારે ફિલ્મ આ પ્રકારનું પ્રદર્શન કરે છો તો વીકેન્ડની કમાણી 70 કરોડ રૂપિયા સુધી પહોંચી શકે છે. સોમવારે ગણેશ ચતુર્થીને કારણે ઘણી જગ્યાએ રજા છે અને તેવામાં તેની કમાણી વધી શકે છે. 

પરંતુ સાઉથમાં ખાસ કરીને હૈદરાબાદ અને બેંગલુરૂમાં બીજા દિવસે ફિલ્મએ મોટી કમાણી કરી છે. પૂરા ભારતમાં કમાણીની વાત કરીએ તો બીજા દિવસે ફિલ્મએ લગભગ 50-55 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. આ રીતે બે દિવસોમાં ફિલ્મના તમામ વર્ઝનની કુલ કમાણી લગભગ 140 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More