Home> Entertainment
Advertisement
Prev
Next

રિલીઝ થયું વર્ષની સૌથી મોટી એક્શન ફિલ્મ 'સાહો'નું ટ્રેલર, શાનદાર અંદાજમાં જોવા મળ્યો પ્રભાસ

ટ્રેલર એટલું શાનદાર છે કે, તે રિલીઝ થતાં #SaahoTrailer ટ્રેન્ડ શરૂ થઈ ગયો છે. આ ટ્રેલર એટલી ધમાકેદાર એક્શનથી ભરપૂર છે કે લોકો તેને વારંવાર જોઈ રહ્યાં છે. 

રિલીઝ થયું વર્ષની સૌથી મોટી એક્શન ફિલ્મ 'સાહો'નું ટ્રેલર, શાનદાર અંદાજમાં જોવા મળ્યો પ્રભાસ

નવી દિલ્હીઃ સાઉથના સુપરસ્ટાર 'બાહુબલી' પ્રભાસ આ દિવસોમાં પોતાની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'સાહો'ને લઈને ચર્ચામાં છે. ફિલ્મનું ધમાકેદાર ટ્રેલર રિલીઝ થયું છે. આ ટ્રેલર એટલું શાનદાર છે કે, તે રિલીઝ થતાં #SaahoTrailer ટ્રેન્ડ શરૂ થઈ ગયો છે. આ ટ્રેલર એટલી ધમાકેદાર એક્શનથી ભરપૂર છે કે લોકો તેને વારંવાર જોઈ રહ્યાં છે. 

fallbacks

ટ્રેલરમાં જ્યાં પ્રભાસનો લુક જોઈને ફેન્સ ઉત્સાહી છે તો શ્રદ્ધા કપૂરનો કોર્પ અવતાર પણ જોરદાર છે. તો આ નાના ટ્રેલરમાં બોલીવુડ વિલનની એક ફોજ જોવા મળી રહી છે. ટ્રેલરને જોઈને કોઈપણ હોલીવુડ એક્શન ફિલ્મની ફીલ આવી રહી છે. જુઓ આ ટ્રેલર... 

આ ફિલ્મને લઈને લોકો ખુબ ઉત્સાહી જોવા મળી રહ્યાં છે. આ ફિલ્મનું ટીઝર સોશિયલ મીડિયા પર છવાયું હતું અને આ સાથે બે ગીત 'સાઇક સૈંયા' અને 'ઇન્ની સોની' ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યાં છે. આજે ફિલ્મનું ટ્રેલર 4 ભાષાઓમાં એક સાથે રિલીઝ થઈ ગયું છે. ફિલ્મ સાહોના એક્શન સીન માટે વિશ્વભરના મોટા એક્શન કોરિયોગ્રાફરની ટીમની મદદ લેવામાં આવી છે. 

fallbacks

મહત્વનું છે કે પહેલા આ ફિલ્મ 15 ઓગસ્ટે રિલીઝ થવાની હતી, પરંતુ બાદમાં તેની રિલીઝ ડેટને આગળ વધારી દેવામાં આવી છે, કારણ કે આ દિવસે બોલીવુડની બે મોટી ફિલ્મો અક્ષય કુમારની મિશન મંગળ અને જોન અબ્રાહમની બાટલા હાઉસ રિલીઝ થવાની છે. 

रिलीज हुआ 'साहो' का एक्शन पोस्टर! नजर आया श्रद्धा कपूर और प्रभास का दमदार अवतार

સુજીત દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મનું દેશ અને વિદેશમાં શૂટિંગ કરવામાં આવ્યું છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આ ફિલ્મ લગભગ 150 કરોડ રૂપિયામાં બનીને તૈયાર થઈ છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More