Home> Entertainment
Advertisement
Prev
Next

'કહાની ઘર ઘર કી'ના એક્ટર Sachin Kumar નું મુંબઇમાં નિધન

સલિલે પોતાના ઇંસ્ટાગ્રામ પોસ્ટ પર લખ્યું કે અમે સાથે કામ કર્યું અને હવે ખબર પડી કે તમે નથી! આ સમાચાર ચોંકાવનારા છે. મીડિયા અહેવાલનું માનીએ તો તેમનું નિધન મુંબઇમાં તેમના નિવાસસ્થાન પર હાર્ટ એટેકના લીધે થયું.

'કહાની ઘર ઘર કી'ના એક્ટર Sachin Kumar નું મુંબઇમાં નિધન

નવી દિલ્હી: ટીવીના જાણિતા અભિનેતા સચિન કુમારે (Sachin Kumar) હવે આપણી વચ્ચે રહ્યા નથી. તેમને 15 મેના રોજ પોતાના અંતિમ શ્વાસ લીધા હતા. તે ફક્ત 42 વર્ષના હતા. આ વાતની જાણકારી ફિલ્મ સમીક્ષક અને રાઇટર સલિલ અરૂણ કુમારે સેંડએ પોતાના ઇંસ્ટાગ્રામ પર એક પોસ્ટ દ્વારા આપી છે. તેમણે શુક્રવારે રાત્રે પોતાના ઇંસ્ટાગ્રામ પર સચિનનો એક ફોટો શેર કરતાં ઇમોશન પોસ્ટ પણ લખી હતી. 

fallbacks

સલિલે પોતાના ઇંસ્ટાગ્રામ પોસ્ટ પર લખ્યું કે અમે સાથે કામ કર્યું અને હવે ખબર પડી કે તમે નથી! આ સમાચાર ચોંકાવનારા છે. મીડિયા અહેવાલનું માનીએ તો તેમનું નિધન મુંબઇમાં તેમના નિવાસસ્થાન પર હાર્ટ એટેકના લીધે થયું. તમને જણાવી દઇએ કે એક તરફ દેશમાં કોરોના વાયરસથી સતત થઇ રહેલા મોતોથી લોકો ગભરાયેલા છે, તો બીજી તરફ અભિનય જગત પર આફત મંડરાઇ રહી છે. 

સચિને પહેલાં બોલીવુડના દિગ્ગજ અભિનેતા ઇરફાન ખાન અને ઋષિ કપૂરનું નિધન પણ તાજેતરમાં જ થયું હતું. આ બંને અભિનેતા કેન્સરની લડાઇ લડતાં લડતાં દુનિયાને અલવિદા કહી દીધું. ઇરફાન અને ઋષિ બંનેના અચાનક થયેલા મૃત્યુંએ બોલીવુડને અંદરથી તોડી દીધું છે.  
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More