ઝી મીડિયા/બ્યૂરો :સમગ્ર દેશ હજી સુધી કોરોના સામે જંગ લડી રહ્યો છે. આ મહામારીનો પ્રકોપ દિવસેને દિવસે વધી રહ્યો છે. સિનેમા અને મનોરંજન જગતમાં કોરોના (Coronavirus) એ પગપેસારો કર્યો છે. હવે મહેશ ભટ્ટની ફિલ્મ ‘સડક 2’ (Sadak 2) માં ગીત ગાનાર સિંગર લીના બોઝ (Leena Bose) કોરોના વાયરસથી પોઝિટિવ હોવાનું ખૂલ્યું છે. લીનાએ ‘સડક 2’ માં ગીત તુમસે હી.... ગાયું છે, જે હાલ યંગસ્ટર્સમાં પોપ્યુલર બન્યું છે.
નવા સીમાંકનથી ગાંધીનગર તાલુકા પંચાયતનું ચિત્ર બદલાયું, સત્તા પરિવર્તનની જોવાઈ રહી છે રાહ...
લીનાએ મીડિયા એજન્સી સાથે આ વિશે વાત કરી. ખુલાસો કર્યો કે, તે કોરોના વાયરસથી સંક્રમિત થઈ છે. ગાયિકાએ જણાવ્યું કે, તે કોલકાત્તામાં ‘હોમ ક્વોરન્ટીન‘ થઈ છે. લીનાએ એમ પણ કહ્યું કે, હાલમાં જ મારું ગીત રિલીઝ થયું હતું. તમામ કાળજી સાથે મેં કોલકાત્તામાં આવેલા મારા ઘરમાં ઈન્ટરવ્યૂ આપ્યો હતો. દુર્ભાગ્યવશ, એક દિવસે હું ઘરે આવી, ત્યારે મારી તબિયત સારી ન હતી. મેં વિચાર્યું કે આ ફક્ત વાયરલ ફીવર છે. તેથી મેં આરામ કર્યો હતો. પરંતુ થોડા દિવસો બાદ મને તાવ આવવા લાગ્યો, જેના બાદ મેં કોરોના ટેસ્ટ કરાવ્યો હતો, આખરે મારો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
તેઓએ જણાવ્યું કે, કોરોના ટેસ્ટનું પરિણામ બે દિવસ બાદ આવ્યું હતું. જેના બાદ હું મારા ઘરના ઉપરના માળ પર સેલ્ફ આઈસોલેટ થઈ હતી. હું હાલ બહુ જ હળવો ભોજન લઈ રહી છું. સમયથી દવા લઈ રહી છું. મારા ઘરવાળા તમામે કોરોના ટેસ્ટ કરાવ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે