Home> Entertainment
Advertisement
Prev
Next

ફેરનેસ ક્રીમ સમાજના ખોટા સંદેશ મોકલે છે માટે ઓફર ફગાવી: સાંઇ પલ્લવીનો ખુલાસો

સાઇએ વર્ષ 2015માં ફિલ્મ પ્રેમમ દ્વારા એક્ટિંગ ડેબ્યું કર્યું હતું, આ ફિલ્મ માટે તેને સાઉથનો ફિલ્મ ફેર એવોર્ડ મળ્યો હતો

ફેરનેસ ક્રીમ સમાજના ખોટા સંદેશ મોકલે છે માટે ઓફર ફગાવી: સાંઇ પલ્લવીનો ખુલાસો

નવી દિલ્હી : સાઉથી ટેલેન્ડેટ અભિનેત્રી સાઇ પલ્લવી એકવાર ફરીથી ચર્ચામાં છે. સાઇએ થોડા દિવસો પહેલા બે કરોડ રૂપિયાની ફેરનેસ ક્રીમ એડ ફગાવી દીધી હતી. ત્યાર બાદ સાઇ અચાનક મીડિયામાં છવાઇ ગઇ હતી. સાઇએ હાલમાં જ એક ઇન્ટરવ્યુ દરમિયાન આ વાતનો ખુલાસો કર્યો છે. શા માટે તેમણે ફેરનેસ ક્રીમ એડ કરવા માટે ઘસીને ના પાડી દીધી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, સાઇએ વર્ષ 2015માં ફિલ્મ પ્રેમમ દ્વારા એક્ટિંગ ડેબ્યું કરી હતી. આ ફિલ્મ માટે તેમને સાઉથનો ફિલ્મ ફેર એવોર્ડ પણ મળી ચુકી છે. ત્યાર બાદ સાઇ મલયાલમ ફિલ્મ કાલીને પણ દર્શકો વચ્ચે ખુબ જ પસંદ કરવામાં આવી હતી. 

fallbacks

હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો: હવે અભણ વાહન ચાલકોને નહી મળે લાયસન્સ, હશે તેના રદ્દ કરાશે
સાંઇએ ઇન્ટરવ્યું દરમિયાન જણાવ્યું કે, ફેરનેસ ક્રિમની જાહેરાત કરી શકે નહી કારણ કે તે ભારતીય છે અને તેનો રંગ યોગ્ય જ છે. સાઇનું કહેવું છે કે આ પ્રકારની જાહેરાત લોકોને ખાસ કરીને મહિલાઓને ગેરમાર્ગે દોરે છે અને ખોટો મેસેજ પહોંચાડે છે. એટલા માટે તે આવા કોઇ પણ કેમ્પેઇનનો હિસ્સો બનવા માંગતી નહોતી. 

મમતા બેનરજીએ મોદીના શપથગ્રહણ સમારોહમાં સામેલ થવા કર્યો ઈનકાર, જાણો શું છે કારણે?

અરૂણ જેટલીએ PMને લખ્યો પત્ર, કહ્યું- ‘મને જવાબદારીઓથી દૂર રાખો’
અત્રે ઉલ્લેખનીય છે કે, પલ્લવી પોતાનો ચહેરો જેવો છે તેવો જ રજુ કરવાનું પસંદ કરે છે. તે વધારે મેકઅપમાં વિશ્વાસ નથી ધરાવતી અને આ જ કારણ છે કે તે સિને પ્રેમીઓ વચ્ચે જબરદસ્ત રીતે લોકપ્રિય છે. સિને જગતનાં માહિતગાર લોકોનું કહેવું છે કે પલ્લવી ઘણો ઓછો મેકઅપ કરે છે. સાઇ પલ્લવી અનેક મંચ પર પહેલા જ કહી ચુકી છે કે ,હું બ્યુટી પ્રોડક્ટમાં વિશ્વાસ નથી ધરાવતી. તમારી ત્વચાનો જે પણ કલર છે, તમારી અંદર આત્મવિશ્વાસ હોવો જરૂરી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More