Home> Entertainment
Advertisement
Prev
Next

જ્યારે પિતા સૈફ સાથે દીકરો તૈમુર પહોંચી ગયો જિમ, અને પછી....

બોલિવૂડમાં છોટે નવાબ તરીકે ઓળખાતો સૈફ અલી ખાન હાલમાં શેઇપમાં રહેવા માટે જિમમાં ભરપુર પરસેવો પાડી રહ્યો છે

જ્યારે પિતા સૈફ સાથે દીકરો તૈમુર પહોંચી ગયો જિમ, અને પછી....

નવી દિલ્હી : બોલિવૂડમાં છોટે નવાબ તરીકે ઓળખાતો સૈફ અલી ખાન હાલમાં શેઇપમાં રહેવા માટે જિમમાં ભરપુર પરસેવો પાડી રહ્યો છે. જોકે હાલમાં સૈફને જિમમાં નિયમિત કંપની આપે છે ક્યુટ તૈમુર અલી ખાન. હાલમાં ઇન્ટરનેટ પર એક તસવીર વાઇરલ થઈ છે જેમાં તે પિતા સાથે જિમમાં ધમાલ કરતો જોવા મળી રહ્યો છે. 

fallbacks

સની લિયોનીએ ખાસ અંદાજમાં સેલિબ્રેટ કર્યો દીકરીનો જન્મદિવસ, જુઓ PHOTO

#MeToo : સલમાનની એક સમયની ગર્લફ્રેન્ડ સોમી અલીએ જણાવી દિલ ધ્રુજાવી દેતી આપવીતી

નાનકડો નવાબ તૈમૂર અલી ખાન આમ તો જન્મથી જ કેમેરાથી ઘેરાયેલો રહે છે. બોલિવુડ સ્ટાર કિડ્સમાં ભાગ્યે જ કોઈ બાળકને આવી સક્સેસ બાળપણથી મળી હશે. ક્યારેક મોંઘીદાટ કારની સફર કરતા, તો ક્યારેક મમ્મા કરીના કપૂર ખાન સાથે એરપોર્ટ પર મીડિયાને પોઝ આપતો દેખાય છે. 

સૈફ અલી ખાન અને કરીનાનો દીકરો તૈમુર અલી ખાન બોલિવૂડનો સૌથી ફેવરિટ સ્ટારકિડ છે. તૈમુરના ચાહકોની સંખ્યા ઘણી વધારે છે અને તે જ્યારે બહાર નીકળે છે ત્યારે તેના ફોટા પાડવા પાપારાઝીઓ તેમજ ચાહકો પડાપડી કરે છે. બે દિવસ પહેલાં જ એક વીડિયો સામે આવ્યો હતો જેમાં એક અજાણી વ્યક્તિ એકાએક તૈમુરની નજીક આવીને તેની સાથે ફોટો પડાવવાનો પ્રયાસ કરે છે. આ સમયે તો એ વ્યક્તિને તૈમુરની આયાએ ખિજાઈને ભગાવી દીધો હતો પણ આ ઘટના પછી સૈફ-કરીના દીકરાની સુરક્ષા માટે ચિંતિત થઈ ગયા છે. મળતી માહિતી પ્રમાણે તેમણે તૈમુર માટે પર્સનલ બોડીગાર્ડ રાખવાનો નિર્ણય લીધો છે.

લોકોમાં તૈમુરની લોકપ્રિયતા એટલી બધી છે કે તેની તસવીરો વાઇરલ બની જાય છે અને ટ્વિટર પર પણ કોઈને કોઈ મુદ્દે તૈમુર વિશે ચર્ચા થતી રહેતી હોય છે. હવે તૈમુર ધીમેધીમે મોટો થઈ રહ્યો છે ત્યારે તે ફોટોગ્રાફર્સને પણ પ્રતિભાવ પણ આપે છે અને તેમની સાથે કંઈ વાત કરવાનો પણ પ્રયાસ કરે છે. 

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More