Home> Entertainment
Advertisement
Prev
Next

સૈફે માર્યો સલમાનને રાતોની નિંદર ઉડી જાય એવો ફટકો

બોલિવૂડ સલમાન ખાનનું નામ સફળ એક્ટર્સની યાદીમાં ટોચ પર આવે છે 

સૈફે માર્યો સલમાનને રાતોની નિંદર ઉડી જાય એવો ફટકો

મુંબઈ : બોલિવૂડમાં દર શુક્રવારે સ્ટાર્સની કિસ્મત બદલાઈ જાય છે. 2018માં સલમાને જ્યારે સૈફ અલી ખાન દ્વારા સ્થાપિત સુપરહિટ ફિલ્મ સિરીઝ 'રેસ' આંચકી લીધી હતી ત્યારે બધાને બહુ નવાઈ લાગી હતી. 'રેસ' ફ્રેન્ચાઇઝીના મુખ્ય સ્ટાર સૈફ અલી ખાનને એક ઝાટકામાં બહારનો રસ્તો દેખાડી દેવામાં આવ્યો હતો. જોકે 'રેસ 3'માં સલમાનની હાજરીનો બહુ ફાયદો નથી થયો અને આ ફિલ્મ ફ્લોપ સાબિત થઈ હતી. જોકે લેટેસ્ટ રિપોર્ટ પ્રમાણે હવે 'રેસ 4'માંથી સલમાનનું પત્તું સાફ થઈ ગયું છે અને આમાં ફરી સૈફ અલી ખાનની એન્ટ્રી થવાની છે. 

fallbacks

રણબીર કેમ પીએમ મોદી સાથે ક્લિક ન કરાવી શક્યો તસવીર, કારણ છે રસપ્રદ

ઝુમ ટીવીએ એક લેટેસ્ટ રિપોર્ટમાં જાણકારી આપી છે કે 'રેસ' સિરીઝના નિર્માતા બહુ જલ્દી 'રેસ 4'નું નિર્માણ કરવાના છે જેમાં સલમાનની જગ્યાએ સૈફ અલી ખાનને લેવા ઇચ્છે છે. જોકે સૈફ અલી ખાન પોતે 'રેસ 4' સાઇન કરવા વિશે વિચારણા કરી રહ્યો છે કારણ કે તેને લાગે છે કે 'રેસ 3'ની નિષ્ફળતા પછી ફ્રેન્ચાઇઝની વિશ્વસનીયતાને અસર પહોંચી છે. 

હાલમાં સૈફ અલી ખાનની કરિયર ડામાડોળ છે. હાલમાં તે એવી બિગ બજેટ ફિલ્મની શોધમાં છે જે તેને એ લિસ્ટ એક્ટર્સની શ્રૈણીમાં મુકી શકે છે. હવે આ મામલે અંતિમ નિર્ણય સૈફ અલી ખાને લેવાનો છે. 

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More